પ્રાકૃતિક ખેતીનો અનુભવ:આણંદમાં પ્રિ-વાઇબ્રન્ટ કૃષિ સમીટમાં વલસાડના ખેડૂતે જણાવ્યું, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન સારુ મળે

આણંદએક મહિનો પહેલા
  • પ્રાકૃતિક ખેતીથી ખાતરનો ખર્ચ બચે છે અને ઉત્પાદન પણ સારું મળે છે: ખેડૂત

ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર વિવિધ આયામો, કાર્યક્રમો અને યોજનાઓ દ્વારા સક્રિય જણાઈ રહી છે. વિવિધ યોજનાઓ અને માર્ગદર્શનને લઈ રાજ્યના ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રિ-વાઇબ્રન્ટ કૃષિ સમીટમાં ઘણા ખેડૂતોએ પોતાનો સ્ટોલ કર્યો હતો. જેઓ સરકારના આ અયોજનોથી ખુશ પણ જણાતા હતા. અહીં જિજ્ઞાસુ ખેડૂતો નવી ટેકનોલોજી માટે તો ગ્રાહકો વધુ આરોગ્યવર્ધક ખેત પેદાશ માટે તો રોકાણકારો પણ યોગ્ય જગાએ રોકાણ માટેની તક શોધવા પહોંચ્યા હતા.

આ પ્રિ-વાઇબ્રન્ટ સમિટમાં વલસાડ જિલ્લાનું ખેડૂત દંપત્તિ નિકુંજ ઠાકોર અને બીજલ ઠાકોર પણ આવ્યા હતા. પોતાના 12 વિઘાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદિત ખેત પેદાશના સીધા વેચાણ માટે તેઓ અહીં સ્ટોલ રાખ્યો હતો. જ્યાં તેઓ દ્વારા પ્રાકૃતિક ખેતપેદાશના લાભાલાભ ગ્રાહકોને જણાવતા તો ખેડૂતો પૂછે તો તેને પણ પણ ઉત્પાદન અંગેની માહિતી પીરસતા હતા.

આ અંગે નિકુંજ ઠાકોરે જણાવ્યું હતું કે, પહેલા રાસાયણિક ખાતર દ્વારા ખેતી કરતા હતા, જ્યારે બાદમાં સુભાષ પાલેકરના પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો હતો. જેમાં ખાતર તરીકે ગાયના છાણ અને મૂત્રથી જ જી

નિકુંજ ઠાકોર
નિકુંજ ઠાકોર

વામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ થાય છે.જ્યારે કીટનાશક તરીકે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ થાય છે. જે તૈયાર કરવામાં પણ ગાયના છાણ અને મૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોતાના 12 વિઘા વિસ્તારના ખેતરમાં તેઓ 4 વિઘામાં ઔષધીય ખેતી કરે છે જ્યારે બાકીના 8 વિધામાં મલ્ટી લેયર પધ્ધતિએ ખેતી કરીએ છીએ.જેમાં શેરડી સાથે ચણા અને મગ કરીએ છીએ તો બીજી તરફ આંબા સાથે હડધર ,આંદુ ,સુરણ અને રતાળુ પણ કરીએ છીએ.

આવક અને ખર્ચની વાત કરીએ તો આ ઝીરો બજેટ ખેતી છે.જેમાં ખાતર જાતે જ તૈયાર કરીએ છીએ એટલે તેનો તમામ ખર્ચ બચી જાય છે.વળી સીધા ગ્રાહકો સાથે વેચાણ થાય એટલે નફો પણ વધે છે.વળી અમે પહાડી વિસ્તારમાં જ થતી નાગલી અને સફેદ મૂસળી જેવી ખેત પેદાશન ઉત્પાદનમાં પણ અમોને સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...