તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:મેઘવામાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક કાકાને 20 વર્ષની જેલની સજા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષ અગાઉ ભત્રીજીને કાકા સાઈકલ પર બેસાડી ખેતરમાં લઈ ગયા હતા

આણંદ પાસેના મેઘવા ગામના ખેતરમાં પાંચ વર્ષ અગાઉ કૌટુંબિક કાકાએ કિશોરીને સાઈકલ પર બેસાડી એકાંતમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજારતા વીસ વર્ષની જેલ અને દંડની સજા ફટકારી છે. મૂળ ખેડાસાના પણ હાલમાં મેઘવા ગામે રહેતા પ્રવિણ અંબાલાલ મકવાણાએ વર્ષ 2017માં 19મી નવેમ્બરના રોજ તેમની દસ વર્ષીય કૌટુંબિક ભત્રીજીને તેમની સાઈકલ પર બેસાડીને તેના ઘરે મૂકવા જવાનું બ્હાનું કાઢ્યું હતું. દરમિયાન, તેઓ તેણીને કરમસદ ગામની સીમમાં આવેલા વલાસણ મેઘવા રોડ પર તમાકુના ખેતરમાં લઈ ગયો હતો.

જ્યાં શખ્સેેે તેણી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ સંદર્ભે સાંજે રડતાં-રડતાં કિશોરીએ સમગ્ર હકીકત તેની માતાને જણાવી હતી. જેને પગલે માતાની ફરિયાદના આધારે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આરોપી પ્રવીણભાઈ વિરૂદ્ધ જિલ્લા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ આણંદના સ્પેશિયલ પોક્સો જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં સરકારી વકીલે દલીલો કરતાં જણાવ્યું હતું કે, દસ વર્ષની બાળા ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જે ભોગ બનનાર તેમજ સાહેદોની જુબાની અને રજુ થયેલા દસ્તાવેજી પુરાવા પરથી સાબિત થાય છે.

છેલ્લાં કેટલાંય સમયથી આણંદ જિલ્લામાં જાતીય અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે, તેથી સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવા અપીલ કરવામાં આવી હતી. જેથી કોર્ટના જજ એસ.ડી. પાન્ડેયે સરકારી વકીલની દલીલો તેમજ પુરાવાઓને ગ્રાહ્ય રાખી આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા 25 હજારનો દંડ તેમજ આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. વધુમાં પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...