તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની લડત:આણંદમાં લવ જેહાદનો ભોગ બનેલી યુવતીનો 17 મહિનાથી કોઇ ભાળ ન મળતાં પરિવારે ઇચ્છા મૃત્યુની માંગ કરી

આણંદ7 દિવસ પહેલા
  • કૂખ્યાત લવીંગખાન અને તેના ભાણિયો ઇમ્તિયાઝ પાસેથી યુવતી વિશે માહિતી કઢાવવામાં પોલીસ નિષ્ફળ
  • પરિવારે કેસમાં એલસીબી પીએસઆઈ આર.વી. વીંછી પર આક્ષેપ કર્યાં

આણંદના વાંસખીલિયામાંથી 17 મહિના પહેલાં ગુમ થયેલી યુવતીની ભાળ મેળવવામાં પોલીસ નિષ્ફળ રહી છે. આ કેસમાં તત્કાલિન એલસીબી પીએસઆઈ આર.વી. વીંછીએ જે તે સમયે કેસમાં સંડોવાયેલા કૂખ્યાત લવીંગખાનને બચાવવા પ્રયત્ન કર્યાં હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી. આ ઉપરાંત 15 દિવસમાં જો દિકરી નહીં મળે તો પરિવારજનોએ ઇચ્છા મૃત્યુંની માગ કરતાં ખળભળાટ મચી ગયો છે. હાલ આ અરજીને લઇ બેડામાં દોડધામ મચી ગઈ છે.

17 માસથી ગુમ થયેલી દીકરીનું મોં જોવા બેબાકળા થયેલા પરિવારજનોના ઈચ્છા મૃત્યુની માંગ કરી
આણંદમાં લવજેહાદ અને કુખ્યાત લવિંગખાનના મુદ્દે પોલીસ કામગીરી વગોવાઈ રહી છે. ગુનાહિત માનસ ધરાવતા કુખ્યાત તત્વો સાથે પોલીસની સાંઠગાંઠના આરોપ કાયદાનું રખોપુ કરતા તંત્ર માટે શરમજનક બાબત છે. આણંદમાં નેતાઓ અને કાયદા કાનૂન સુબેદારોના આશ્રયમાં રહી મોટા થતા ગુનેગારો સમાજ અને માનવતા સામે મોટો પડકાર બની રહ્યા છે. 17 માસથી ગુમ થયેલી દીકરીનું મોં જોવા બેબાકળા થયેલા પરિવારજનોના ઈચ્છા મૃત્યુની માંગ કરી છે ત્યારે જનસમાજનું હૃદય કંપી ઉઠ્યું છે. પરિવાર દ્વારા આશંકા જતાવાઈ છે કે કુખ્યાત લવિંગખાને કાયદાથી બચવા તેના હિન્દૂ વ્યક્તિ સાથે લગ્ન કરાવી યુવતીને ક્યાંક સંતાડી દીધી છે, કાં વેચી દીધી છે અથવા તો તેની હત્યા કરવામાં આવી છે.

પોલીસની કાર્યવાહી પ્રત્યે શંકા
​​​​​​​આણંદના નાપા તળપદમાં રહેતી 18 વર્ષની હિન્દૂ યુવતી જે ગત તારીખ 11/11/2019નાં રોજ ઘરેથી ચાલી ગઈ હતી. જે બાબતે ગત તારીખ 13/11/2019નાં રોજ ટપાલ દ્વારા પરિવારને જાણ થઇ હતી કે, અજય ગોરધનભાઇ તળપદા (રહે.નાપાવાંટા) સાથે લગ્ન નોંધણી કરાવી હતી. જે ટપાલમાં લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર મળ્યું હતું. આ ઉપરાંત સમાચાર પત્ર દ્વારા જાણ થયેલ હતી. જે સમય દરમિયાન આ મુદ્દાને લઈ ભારે હંગામો મચ્યો હતો અને મોટું આંદોલન થયું હતુ. આ સમગ્ર પ્રકરણમાં આણંદના કુખ્યાત આલેફખાન રસુલખાન પઠાણ ઉર્ફે લવિંગખાન અને તેનો ભાણિયો ઇમ્તિયાઝ પણ સંડોવાયેલા હોવાની વિગતે આણંદમાં કોમી વાતાવરણ તંગ બન્યુ હતું. આ ઘટનાને 17 મહિના થવા છતાંય પરિવારને દીકરીનો કોઇજ અતોપતો મળ્યો નથી. જેને લઈ પરિવાર ચિંતા અને પોલીસ કાર્યવાહી પ્રત્યે શંકાશીલ છે.

અમારી દીકરી જીવિત છે કે નહીં?
આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમારી દીકરી જીવિત છે કે નહીં? હયાત છે કે નહીં? તેની સાથે કંઇક અઘટિત ઘટના બની છે? શું તેને મારી નાખવામાં આવી છે? તેવી મનોવેદના રાત્રે સુવા દેતી નથી દિવસે જમવા દેતી નથી. અમોને મળેલી લોકવાયકા મુજબ અજય ગોરધનભાઈ તળપદાએ પોતાની બહેન વર્ષાં તળપદા (રહે. કરમસદ) સાથે મળીને દેશી દારૂનો ધંધો કરે છે. આ અજય ગોરધનભાઈ તળપદાનાં અગાઉં પણ તળપદા સમાજમાં લગ્ન થયેલા હતાં. તેને એક સંતાન પણ છે. આ અજય ગોરધનભાઈ તળપદાનાં હિન્દુ લગ્ન અધિનિયમ પ્રમાણે છૂટાછેડા થયેલા હોવા જોઈએ, તો જ તે બીજા લગ્ન કરી શકે, પરંતુ અજય દ્વારા લગ્ન નોંધણીમાં છૂટાછેડાનો કોઇ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે ગુનો બને છે.

પરિવારજનોએ બીજી શંકા એ જતાવી છે કે, અમારી પૌત્રી સાથે કોઈ અણબનાવ બન્યો હોય તથા તેનો દુરુપયોગ કરવામાં આવ્યાનો ભય વ્યક્ત કર્યો હતો. અમને પોલીસ તંત્ર અને સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે આપ અમારી પૌત્રીને સદંતર કાયદાનો દુરુપયોગ કરી લવિંગખાન દ્વારા લવ જેહાદમાંથી બચવા માટે અજય ગોરધનભાઈ તળપદાને હાથો બનાવી કાયદાની આંટીઘૂંટીથી બચવા લવ જેહાદનો ભોગ બનાવેલ છે.

આથી, વહેલી તકે દીકરીને શોધી અમારી આ માંગણી 15 દિવસમાં પુરી કરી અમારી પૌત્રીનો અમારા પરિવાર સાથે મેળાપ કરાવશો. જો આપ પોલીસ તંત્ર અને સરકાર અમો પરિવાર સાથે અમારી પૌત્રીનો મેળાપ નહીં કરાવી શકો. તો અમો સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરીએ છીએ. આ દરમિયાન અમોને કે અમારા પરિવારને કોઈપણ હાની થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અજય ગોરધનભાઈ તળપદા, આલેફખાન (ઉર્ફે લવિંગખાન) રસૂલખાન પઠાણ, તથા તેના ભાણિયા ઈમ્તિયાઝ ઉપર રહેશે.

લવીંગખાન અને તેનો ભાણિયો લવજેહાદ અને લેન્ડ જેહાદમાં કૂખ્યાત
આ ષડયંત્રમાં નાપાવાંટાનો કૂખ્યાત આલેફખાન રસુલખાન પઠાણ ઉર્ફે લવિંગખાન અને તેનો ભાણિયો ઇમ્તિયાઝ પણ સંડોવાયેલા છે. આ આલ્ફખાન ઉપર અલગ અલગ ગુનાઓ નોંધાયા છે. આ લવિંગખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તથા તેને બે વખત પાસાની સજા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે તથા તેનો ભાણિયો ઈમ્તિયાઝ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ લોકો લવજેહાદ અને લેન્ડ જેહાદનાં વિષયમાં ખુબજ મોટા પાયે સંડોવાયેલા છે. આ લોકોએ સાથે મળીને દીકરીને આવા ષડયંત્રમાં ફસાવી છે કે દેહ વ્યાપારનાં ધંધા માટે વહેંચી દીધી છે અથવા તો જાનથી મારી નાખી છે? તેવી શંકા વ્યક્ત કરી છે.

લવીંગખાન વિરૂદ્ધ આપેલા પુરાવા પોલીસ ઇન્સ્પેક્ટરે ડીલીટ કરી દીધા
લવિંગખાન નાની નાની દીકરીને પોતાની હવસનો ભોગ બનાવે છે. તેણે દીકરીને એક ફોન આપ્યો હતો. જેના દ્વારા તે તેના સંપર્કમાં રહેતો હતો. જેની વિગતો સહિતનો ફોન અને ચેટિંગની બધી જ વિગતો પોલીસ તંત્રને અગાઉ આપેલ હતી, પરંતુ પોલીસ તંત્રનાં જ એક અધિકારી જેમનું નામ આર.વી.વીંછી (તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર) જે તત્કાલીન આ કેસની તપાસ કરતા હતાં. તેઓ પણ સંડોવાયેલા હતાં. યુવતી પરિવારજનોએ આપેલા ફોનની વિગતો પણ ફોનમાંથી તેઓ દ્વારા યોગ્ય તપાસ ન કરીને ગુનેગારને બચાવવા ફોનમાંથી વિગતો, ચેટીંગ વગેરે પણ ડિલીટ કરવામાં આવ્યું હતું. જે ફોન પરત મેળવ્યો ત્યાર બાદ ખબર પડી હતી. આ અધિકારીએ આ લવિંગખાન સાથે મોટી રકમની લેણાદેણી કરી હતી એ પણ હાલની ઘડીએ લોકવાયકામાં સંભાળવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...