પારિવારિક શાંતિ અભિયાન:આણંદના બોચાસણ ખાતે બીએપીએસ સંસ્થાના ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં 'પારિવારિક શાંતિ અભિયાન અભિવાદન' સમારોહ યોજાયો

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખસ્વામીના વિશ્વ શાંતિનો સંદેશાને દરેક પરિવારો સુધી પહોંચાડવા આ પારિવારિક શાંતિ અભિયાન યોજાયું

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વર્ષના ઉપક્રમે ખંભાત-તારાપુર તાલુકામાં પારિવારિક શાંતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજના વિશ્વ શાંતિનો સંદેશો "બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ" દરેક પરિવારો સુધી પહોંચાડવા આ પારિવારિક શાંતિ અભિયાન યોજાયું હતું. જેમાં ખંભાત તારાપુર તાલુકાના સેંકડો શતાબ્દી સેવકો દ્વારા હજારો પરિવારોને ડોર ટુ ડોર સંપર્ક કરી પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો પહોંચાડવા બદલ શતાબ્દી સેવકોના અભિયાનના પૂર્ણાહુતિના ભાગરૂપે તમામનો અભિવાદન સમારોહ બોચાસણ ખાતે સંસ્થાના સદગુરુવર્ય ડોક્ટર સ્વામિના સાનિધ્યમાં યોજાયો હતો.

આ સમારોહમાં આણંદ જિલ્લા સાંસદ મિતેષ પટેલ (બકાભાઈ)અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રમુખસ્વામી મહારાજ અને સેવકો પ્રત્યે ઋણ સ્વીકારની લાગણી પોતાના વ્યક્તવ્ય દ્વારા વ્યક્ત કરી આ અભિવાદન સમારંભમાં ખંભાત તારાપુર તાલુકાના કુલ 595 ભાઈ બહેનો શતાબ્દી સેવકોએ 114 ગામોમાં ડોર ટુ ડોર સ્નેહભાવિઓનો સંપર્ક કરી પ્રમુખસ્વામી મહારાજનો શાંતિનો સંદેશો પહોંચાડયો. જેમાં દરેક પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ સવિશેષ વધારો થાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી. તેમજ પરિવારમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે તે માટે ઘર સભા સમૂહ ભોજન અને સમૂહ પ્રાર્થના કરવા માટે પ્રેરીત કર્યા આ સેવકો દ્વારા 18364 પરિવારોમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ડોક્ટર સ્વામીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી વ્યક્તિ પરિવાર ભગવાનમય જીવન જીવે, શાસ્ત્રોમાં અને સત્પુરુષમાં શ્રદ્ધા રાખે અને એમના દ્વારા પ્રેરિત ઉત્કૃષ્ઠ દિશા સૂચનો આપણે સૌ ચરિતાર્થ કરીએ એ જ વાણી વર્તન દ્વારા સમગ્ર પરિવારોમાં સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ પહોંચે, તો આપણા સૌના માટે આ શતાબ્દી મહોત્સવ એ એક દિવસીય કે એક માસનો શતાબ્દી મહોત્સવના ના બની રહે એવી સૌ પ્રમુખસ્વામીના જીવનમાંથી પ્રેરણા લે. તેમજ આપણા સૌના જીવન શ્રેષ્ઠ બને એવું સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. ત્યારબાદ શતાબ્દી સેવાકોને ચાંદલો કરી પુષ્પવૃષ્ટિ કરી સૌને સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા સાંસદ મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજનો સંદેશો લાખો લોકો સુધી પહોંચાડતા શતાબ્દી સેવકોએ સમાજસેવાનું ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે. દરેક કાર્યો અને કાર્ય કરવાની પદ્ધતિ પ્રમુખસ્વામી મહારાજના સંદેશા થકી આપણે સૌ શીખ્યા છે. બીએપીએસ સંસ્થાને મારી જ્યારે જરૂર હોય ત્યારે અવશ્ય હું સેવામાં હાજર જ છું.

અન્ય સમાચારો પણ છે...