તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Family Grandfather Including Two Brothers Who Were Going To Organize Amreli Brother's Wedding From Surat Had An Accident Near Anand's Dharmaj, One Died

માતમ:સુરતથી અમરેલી ભાઈના લગ્ન પ્રસંગનું આયોજન કરવા જઇ રહેલા બે ભાઇ સહિત કુટુંબી દાદાને આણંદના ધર્મજ નજીક અકસ્માત નડ્યો, એકનુ મોત

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા ભાઈ સામે જ નાના ભાઈનું મોત, નિલ ગાયે આગળથી અથડાઈ અને બસે પાછળથી મારી ટક્કર
  • વિચિત્ર અકસ્માતમાં નિંદ્રામાં રહેલો નાનો ભાઈ મોતની નિંદ્રામાં પોઢી ગયો
  • નાના ભાઈના લગ્ન પ્રસંગનું આયોજન કરવા અમરેલી વતનમાં જતાં સમયે ગમખ્વાર અકસ્માત નડ્યો

આણંદ જિલ્લાના ધર્મજ –તારાપુર હાઈવે પર આવેલા જલારામ મંદિર નજીક શનિવારની મધ્યરાત્રિના સુમારે સુરતથી અમરેલી વતનમાં નાના ભાઈના લગ્ન પ્રસંગનું આયોજન કરવા કારમાં જઇ રહેલા બે ભાઇ સહિત કુટુંબી દાદાને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ અણધાર્યા અકસ્માતમાં પ્રથમ કાર સાથે નીલગાય અથડાઇ હતી અને બાદમાં પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલી ખાનગી બસે કારને ટક્કર મારતાં કારમાં સવાર નાના ભાઈનું સ્થળ પર જ મોત નિપ્યું હતું. આ અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક ડ્રાઇવર, કંડક્ટર બસને ઘટના સ્થળે બિનવારસી હાલતમાં મુકી નાસી ગયાં હતાં.

ધર્મજ-તારાપુર હાઇવે અકસ્માતમાં જાણે વિધીએ નક્કી કર્યું હોય તેવી વિચિત્ર નાટકીય ઘટના બની છે. વિધીની વક્રતાએ લગ્ન ની ખુશીઓના શમણામાં રત પરિવારને મોતની વાસ્તવિકતાનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર પરિવાર અને મિત્રો શોકમય અને ગમગીન નજરે કુદરતની અકળ લીલા ને નતમસ્તક થઈ ગયા છે.

આ બનાવ અંગે પોલીસ સુત્રોના વધુમાં જણાવ્યાનુસાર, સુરતના કામરેજ પાસે આવેલા દેરોદ ગામની ધર્મનંદન સોસાયટીમાં રહેતા અને મુળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામના વતની લલીતભાઈ પ્રાગજીભાઈ તંતી તેમના નાનાભાઈ અલ્પેશભાઈ અને કુટુંબી દાદા નારણભાઈ કાનજીભાઈ તંતી સાથે ગત તા.28મીના રોજ મોડી રાતના સુમારે કાર લઇને પોતાના નાના ભાઈ અલ્પેશના લગ્ન પ્રસંગનું આયોજન કરવા વતન ભાડેર જવા નિકળ્યાં હતાં.

મધ્યરાત્રિના લગભગ 12-30 કલાકના સુમારે તેઓની કાર આણંદ જિલ્લાના ધર્મજ – તારાપુર હાઈવે પર આવેલા ધર્મજ ગામના જલારામ મંદિર નજીકથી પસાર થઇ રહી હતી તે સમયે રોડ પર અચાનક નિલગાય અથડાઇ હતી. જેના કારણે કારને નુકશાન થયું હતું. જોકે, એરબેગ ખુલી જતાં કોઇ જાનહાની નહોતી થઈ પરંતુ આ અકસ્માતના પગલે ચાલક લલીતભાઈએ કારને રોકી પાર્કીંગ લાઇટ ચાલુ કરી પ્રથમ દાદાને નીચે ઉતારી દીધાં હતાં. બાદમાં કારની પાછળ સુતેલા નાના ભાઈને જગાડી રહ્યાં હતાં. આ જ સમયે પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલી ખાનગી બસ નં.જીજે 14 એક્સ 5700 કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આ અકસ્માતમાં કારની પાછળની સીટમાં સુઇ રહેલા અલ્પેશભાઈ તંતીનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. સદ્દનસીબે આ ગોઝારા અકસ્માતમાં ચાલક લલીતભાઈ તંતી અને કુટુંબી દાદા નારણભાઈ તંતીનો અદ્દભુત બચાવ થયો હતો. આ અકસ્માત બસનો ડ્રાઇવર અને કંડક્ટર બસને ઘટના સ્થળે મુકી નાસી છુટ્યાં હતાં. આ બનાવ અંગે લલીતભાઈ તંતીની ફરિયાદ આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ખાનગી બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...