કેન્દ્રિય સંચાર રાજય મંત્રી દેવુસિંહજી ચૌહાણએ ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયા (યુ.એસ.એ.)ના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે108 ફૂટના સ્તંભ પર દંતાલી ભકિત નિકેતન આશ્રમના પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજ, એસજીવીપી ગુરૂકુલના માધવપ્રિયદાસજી મહારાજ, મોહનપ્રસાદદાસજી સ્વામી, ડભોઇના પુરાણી કૃષ્ણપ્રિયદાસજી મહારાજ, સાધુ શુકદેવપ્રસાદદાસ, સાધુ હરિકેશવદાસ, સંતગણ, દાતાઓ તથા રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ-સીમરડા (કેનેડા)ની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજનું પ્રતિષ્ઠાપન કર્યું હતું જયારે સદ્વવિદ્યા સેવાયજ્ઞના ભાગરૂપે આણંદ જિલ્લાના 365 ગામની 1019 સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
રાજયના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ ધર્મ સંસ્થાઓમાં આવી રહેલ પરિવર્તનથી વિશ્વાસ વધ્યો છે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકે તેમ જણાવી રાજસત્તાથી ઉપર ધર્મ સત્તા રહેલી હોવાનુ કહ્યું હતું. ત્રિવેદીએ તાજેતરમાં ખેડા જિલ્લાના માતરમાં જેઓ બિન ખેડૂતો છે અને ખેડૂતો બની બેઠાં છે તેનો ઉલ્લેખ કરી ગુજરાતમાં જે કોઇ બિન ખેડૂતો હોય અને ખેડૂતો બની બેઠાં હોય તેવા તમામને જાતે નીકળી જવાની સાથે ગુજરાતના આવા બની બેઠલાં બિનખેડૂતો જો જાતે નીકળી નહીં જાય તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે ફોજદારી કેસો કરવામાં આવશે તેમ ચીમકી ઉચ્ચારી છે.
વડતાલ મંદિરના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજો ધર્મ સંસ્કારોના સિંચનની સાથે સામાજિક શિસ્તનું ચિંતન કરે છે. કોઇપણ કાર્યમાં વિશ્વાસ સંપાદન કરવો જરૂરી છે. ધનનો સદ્દઉપયોગ વિશ્વાસ થકી થાય છે. જે અહીં થઇ રહ્યો છે અને જેના આધારે ગોકુલધામ નાર સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય સહિત વિવિધ સેવાઓથી ધમધમતું રહ્યું હોવાનું કહ્યું હતું. પદ્મભૂષણ અને દંતાલી ભકિત નિકેતન આશ્રમના સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે આ સંસારમાં પાંચ ભાગમાં સુખો વહેંચાયેલા છે જે સુખી અને દુ:ખી કરે છે. જે પાંચ સુખો છે તેાં ધર્મ-સમાજ-પરિવાર-રાષ્ટ્ર અને આત્મ એમ પાંચ સુખો હોવાનું જણા. આ પ્રસંગે સાંસદ મિતેષભાઇ પટેલ, ધારાસભ્ય મયુરભાઇ રાવલ, પ્રદેશ અગ્રણી સર્વ અમીતભાઇ ઠાકર, રાજેશભાઇ પટેલ, જિલ્લા ભા.જ.પ. પ્રમુખ વિપુલભાઇ પટેલ, પૂર્વ મંત્રી સી. ડી. પટેલ, જિલ્લા કલેકટર મનોજ દક્ષિણી, વડતાલના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી, રાષ્ટ્રધ્વજ પ્રતિષ્ઠાપનના યજમાન રશ્મિભાઇ ભાઇલાલભાઇ પટેલ, જિલ્લા-તાલુકાના સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.