તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખાદ્યસામગ્રીના 4 નમુના નિષ્ફળ 10ને 2 લાખનો દંડ, એક કોર્ટ કેસ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેળસેળ અટકાવવા અન્ન અને પુરવઠા વિભાગના દરોડા

આણંદ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ અટકાવવા માટે અન્ન અને પુરવઠા વિભાગે લીધેલા નમુનામાં ચાર જેટલા નમુના નિષ્ફળ નીવડ્યા હતા. આ ચારેય એકમોમાં 10 કસુરવારો સામે કાર્યવાહી કરી રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે આસોદરના એક કિસ્સામાં દાળના નમુનામાં ભેળસેળ પુરવાર થતા કોર્ટમાં કેસ દાખલ કરાયો છે. આણંદ જિલ્લા ફૂડ અેન્ડ ડ્રગ્સ વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ તહેવાર પર્વે દરોડાની કાર્યવાહીનો રિપોર્ટ અધિક જિલ્લા કલેકટ્રને સોંપાયો હતો.

જેમાં હુકમ થયા મુજબ પેટલાદની એક પેઢીને ત્યાંથી મેંગો મીલ્ક શૅકના શંકાસ્પદ નમુનો ફૅલ જતા બે આરોપીને 40 હજારનો દંડ કરાયો હતો. જ્યારે આણંદમાં સીલબંધ પેકેટમાં વેચવામાં આવતા ઘઉંના લોટનો નમુનો પણ નિષ્ફળ જતા 5 કસુરવારોને રૂ. 1 લાખનો દંડ કરાયો હતો. આસોદરમાં ભેળસેળીયું તેલ વેચનારા ત્રણ જણા પાસેથી રૂ. 60 હજાર વસુલાયા હતા. જ્યારે આસોદર ચોકડી પાસે દાળનો નમુનો લેવામાં આવ્યો હતો તે પણ ફેઇલ થતા કોર્ટમાં કેસ કરાયો હતો. ચાલુવર્ષે આણંદ જિલ્લામાં 300 જેટલા હોટલ, રેસ્ટોરન્ટ સહિત હોલસેલધારકોને ખાદ્યસામગ્રીના વેચાણ માટે પરવાના (લાયસન્સ ) આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...