ખંભાતના દહેડા ગામમાં આવેલી ખંભાત તાલુકા અનુ.જાતિ સહકારી ખેતી તથા ઉત્પાદક સંઘ લી.માં રૂ.2.50 લાખની હંગામી ઉચાપત બહાર આવી હતી. આ અંગેની તપાસમાં તત્કાલીન ચેરમેન અઢી લાખ અંગત કામમાં વાપર્યાં હોવાનું ખુલ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
ખંભાત તાલુકાના દેહડા ગામમાં ખંભાત તાલુકા અનુ. જાતિ સહકારી ખેતી તથા ઉત્પાદક સંઘ લી. દહેડા નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થામાં 1લી એપ્રિલ,21થી 31મી માર્ચ,22ના સમયગાળા દરમિયાન સંસ્થાના ચેરમેન તરીકે અરવિંદ રામાભાઇ મકવાણા (રહે. ગુડેલ, તા. ખંભાત) ફરજ બજાવતા હતાં. અરવિંદભાઈ મકવાણાએ પોતાના ફરજકાળ દરમિયાન સંસ્થાના રૂપિયા 2.50 લાખ ટ્રાન્સફર કરાવી લઈ અંગત કામમાં વાપરી નાંખ્યાં હતાં.
મહત્વનું છે કે આ ઉચાપતની સઘળી હકીકત ઓડિટ દરમિયાન બહાર આવી હતી. જેથી હાલના ચેરમેને નરેશભાઈ ગણેશભાઈ જાદવે ખંભાત રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે માજી ચેરમેન અરવિંદભાઈ રામાભાઇ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.