પરીક્ષા કાર્યક્રમ જાહેર:SP યુનિ.ના 45 હજાર વિદ્યાર્થીની 3 એપ્રિલથી એક્સટર્નલ પરીક્ષા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 10 એપ્રિલથી અનુસ્નાતકની અેક્સટર્નલ પરીક્ષા શરૂ થશે
  • UGની જે તે કોલેજોમાં અને PGની પરીક્ષા જ્ઞાનોદય ભવન સહિતના અન્ય સેન્ટરો પર થશે

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કૉલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ લેવાઈ રહી છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં અેક્સટર્નલ પરીક્ષાની તારીખ જાહેર કરતો પરિપત્ર યુનિવર્સિટી વેબસાઇટ પર જાહેર કરાયો હતો. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીની એક્સટર્નલ પરીક્ષાઓનો પ્રારંભ એપ્રિલ પ્રથમ સપ્તાહથી શરૂ થશે તેમ જણાવાયું હતું.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં 50 હજારથી વધુ વિદ્યાર્થિઓ અભ્યાસ કરે છે. ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને વિવિધ ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરનલ પરિક્ષા ચાલી રહી છે. દરેક ડિપાર્ટમેન્ટ પોતાની અનુકૂળતા પ્રમાણે વિવિધ તારીખ નક્કી કરી પરીક્ષાઓ લે છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા થોડા દિવસો પહેલા પરીક્ષાની તારીખ જાહેર કરતો પરિપત્ર વેબસાઇટ પર મૂકવામાં આવ્યો હતો.

જેમાં પરીક્ષા વિભાગના જણાવ્યાનુસાર સ્નાતક કક્ષાની રેગ્યુલર પરીક્ષા 3જી એપ્રિલ તથા અનુસ્નાતક કક્ષાની પરીક્ષા 10મી એપ્રિલના રોજ શરૂ થશે. યુનિવર્સિટી સંલગ્ન કોલજોમાં સ્નાતક કક્ષાના સેમેસ્ટર 2, 4, 6, 8 તથા 10માં અભ્યાસ કરતાં વિદ્યાથીઓ તથા અનુસ્નાતક કક્ષાના સેમેસ્ટર 1, 2, 3 અને 4માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની યુનિવર્સિટીની પરીક્ષા લેવાશે. અત્રે ઉલ્લેખનિય છે કે સ્નાતક કક્ષાની પરીક્ષા જે તે કોલેજોમાં લેવામાં આવશે જ્યારે અનુસ્નાતક વિભાગની પરીક્ષા યુનિવર્સિટીના જ્ઞાનોદર પરીક્ષા ભવન અને હયુમેનિટીસ બિલ્ડિંગ સહિતના ત્રણથી ચાર સેન્ટરો પર યોજાશે. આ પરીક્ષા મુખ્યત્વે સવાર અને બપોરના સેશનમાં યોજાશે. અંદાજિત 45 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં ચોરીના કિસ્સા ના નોંધાય તે હેતુસર જ્ઞાનોદય પરીક્ષા ભવન સહિત અન્ય સેન્ટરો પર સીસીટીવી કેમેરાથી વોચ રખાશે તેમ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...