તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિટિંગ:ઉમરેઠમાં કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક મળી, જનઆંદોલન થકી ભાજપને પરાસ્ત કરવા નિર્ધાર

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિટિંગમાં ભાજપના શાસનને મહાભારતના દૂશાશન સાથે સરખાવામાં આવ્યુ

ઉમરેઠમાં આજે તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ બોલવામાં આવી હતી. આજની આ મિટિંગમાં કોંગ્રેસનાં જિલ્લાભરમાંથી હોદ્દેદારો અને સ્થાનિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કોરોના મહામારીમાં પ્રજાના જીવની રક્ષા કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાનું તેમજ ખેડૂતોને અન્યાયની સાથે અસહ્ય ભાવવધારા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી આગામી 2022ની ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં મોદી સરકારની નિષ્ફળતાઓને પ્રજામાં લઈ જવાનો અને કોંગ્રેસને જીત અપાવવા કમર કસવાનો તખ્તો ગોઠવવાની વ્યુહરચનાની રૂપરેખા આપવામાં આવી હતી.

ગાયત્રી હોલ ખાતે રાખવામાં આવેલી બેઠકમાં કોંગ્રેસી કાર્યકરોની ભરમાર જોવા મળી હતી. એક દાયકા પછી પહેલી વખત સામાન્ય નાગરિકોની હાજરી જોવા મળી હતી. પેટ્રોલ, ડીઝલ અને ગેસના અસહ્ય ભાવ વધારાના કારણે જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવમાં ઉછાળો થવાના કારણે મતદારોનો મત કોંગેસ તરફ વાળવા જનચેતના આંદોલન અને જન જાગૃતિ થકી આયોજન પૂર્વકના સખ્ત પ્રયત્નો થઈ રહ્યા છે.આ સાથે નજીકના દિવસોમાં તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોની મુદત પૂરી થઈ રહી હોઈ પ્રદેશ કોંગ્રેસની ગાઈડલાઇન પ્રમાણે હોદ્દેદારોની વરણી કરવા અંગે ચર્ચા-વિર્મશ કરવામાં આવી હતી.

આજની ઉપરોક્ત મિટિંગમાં ભીખાભાઇ રબારી ,ગુ.પ્ર કો.સમિતિના જિલ્લા નિરીક્ષક, માલસિંહ રાઠોડ, ઉપ પ્રમુખ કો.પ્ર.સમિતિ નટવરસિંહ મહિડા, ગુ.પ્ર.કો.શિસ્ત સમિતિના ચેરમેન કાંતિ સોઢા, ધારાસભ્ય આણંદ મહેંદ્રસિંહ પરમાર, આ.જી.કો.સ.પ્રમુખ ભૃગુરાજસિંહ ચૌહાણ, ગુ.પ્ર કો.સમિતિના પ્રતિનિધિ, કપિલાબેન ચાવડા, પૂર્વ પ્રમુખ આણંદ જિલ્લા પંચાયત અમર જોશી, ઉ.તા.કો.સ.પ્રમુખ સંજયભ પટેલ, ગુ.પ્ર કો.સમિતિના પ્રમુખ યુનુસ મુખી, આણંદ જિલ્લા માઈનોરીટીસેલના પ્રમુખ રવિ વડોદિયા, ઉ.શ.મહામંત્રી વગેરે અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...