તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:બાળ પોર્નોગ્રાફીના રેકેટનો પર્દાફાશ, પીડિતા પાસે 50 હજાર લેવા આવતા આરોપી ઝડપાયો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી  જગદીશ કેસરીસિંહ સિંધા. - Divya Bhaskar
આરોપી જગદીશ કેસરીસિંહ સિંધા.
  • ખંભાતના શખસે પ્રેમિકાના વિડિયો ઉતાર્યા, પોલીસે તપાસ કરતા 3 સગીરાની અશ્લિલ ક્લિપ પણ મળી

પૂર્વ પ્રેમિકાના નગ્ન વિડિયોના આધારે યુવતીને બ્લેકમેઈલ કરી તેની પાસેથી રૂપિયા 50 હજારની માંગ કરનારા ખંભાતના શખ્સને સાઈબર ક્રાઈમ પોલીસની ટીમે આણંદ શહેરના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન કબ્જે લેતાં ત્રણેક સગીરાના પણ બિભત્સ ફોટો મળી આવ્યા હતા. હાલમાં પોલીસે શખ્સની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના પરિચિત યુવક જગદીશ કેસરીસિંહ સિંધા (રહે. વચલું ફળીયુ, ધુવારણ, ખંભાત) દ્વારા તેણીના અગાઉ સ્થપાયેલા સંબંધ બાદ તેના ન્યૂડ વિડિયો અને ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર વાઈરલ કરી દેવાની યુવકે ધમકી આપી રૂપિયા 50 હજાર આપવાની માંગણી કરી હતી.

આ ફરિયાદના આધારે પોલીસે યુવતી થકી યુવકનો સંપર્ક કરી તેનો વિશ્વાસ કેળવી વાતચીતમાં રાખી યુવકને પૈસા લેવા માટે આણંદ શહેરના બસ સ્ટેન્ડ પાસે બોલાવ્યો હતો. જેને પગલે યુવક આવતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન કબ્જે લઈ તપાસ કરતાં તેના મોબાઈલમાંથી અન્ય ત્રણેક સગીરાના પણ બિભત્સ ફોટો મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે તેનો કોવિડ રિપોર્ટ કરાવી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આરોપી છોકરીઓ સાથે મિત્રતા કેળવી બદનામ કરતો હતો
જગદીશ સિંધા ફેક ઈન્સ્ટાગ્રામ અને સ્નેપ ચેટ આઈડી દ્વારા છોકરીઓ સાથે મિત્રતા કેળવી છોકરીઓને ફસાવતો હોવાનું ખૂલ્યું છે. તે બિભત્સ ફોટોગ્રાફ તથા વિડીયો પ્રસારીત કરવાના ધમકીભર્યા મેસેજ કરી રૂપિયાની માગણી કરતો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સોશ્યલ મીડિયા પર બનાવટી આઈડી બનાવી છોકરીઓને બદનામ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાની વિગતો પ્રકાશમાં આવતા પોલીસે તેના અન્ય કેટલાં એકાઉન્ટ છે અને અન્ય કોઈ યુવતીઓને તેણે શિકાર બનાવી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.

GPSCની તૈયારી કરતો હતો
આરોપી પરણિત છે. થોડાં સમય અગાઉ તેના લગ્ન થયા હતા. હાલમાં તેના માતા-પિતા ખેત મજૂરી કરે છે. તે કંઈ કામ-ધંધો કરતો નથી. પરંતુ જીપીએસસી પરીક્ષાની તૈયારી કરતો હોવાનું પોલીસ સમક્ષ કબુલાત કરતાં તેણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...