તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝેરી કોબ્રા પ્રજાતિનો સાપ:બાકરોલના રામપુરામાં ખોદકામ દરમિયાન 26 ઝેરી સાપ નિકળ્યા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદના બાકરોલ તાબે રામપુરા વિસ્તારમાં એક કન્સ્ટ્રકન સાઇડના ખોદકામ દરમિયાન એક પછી એક સાપ બહાર નીકળતાં કામ કરતાં મંજૂરોમાં નાસભાગ મચીં ગઇ હતી. આ વિસ્તારમાં જવલે જ જોવા મળતો સૌથી ઝેરી કોબ્રા પ્રજાતિનો સાપ મળી આવ્યો હતો.

નેચર હેલ્પ ફાઉન્ડેશન ને કોઇ સાપ અંગેની જણ કરતાં વોલેન્ટરી ધર્મેન્દ્ર પરમાર અને શૈલેષ માછી પોતાની ટીમ સાથે પહોંચી ગયા હતા. તેઓ તપાસ કરતાં મોટાપ્રમાણ સાપ હોવાનું જણાઇ આવ્યું હતું.ત્યારબાદ બે કલાકની જહેમતના અંતે 26 સાપને વારં ફરતી પકડીને તેને પ્લાસ્ટીકની કોથળીમાં મુકવામાં આવ્યા હતા,ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે 26માંથી 6 થી 7 સાપ ઝેરી હતા.જેમાં 1 કોબ્રા સાપ હતો.

જયારે 2 ફુકરી સહિત અન્ય ઝેરી સાપ મળ્યા હતા.જેમાં કોબ્રા અને ફુકરી સાપ કરડે તો માનવીનો જીવ જોખમ મુકાઇ જાય છે જયારે 20 ધામણ હતી. જે આ વિસ્તારમાં વધુ જોવા મળે છે. જો કે હાલમાં ઠંડી ઘટતાની સાથે ગરમી પ્રમાણ વધી રહ્યું હોવાથી આવા સાપ દરમાંથી બહાર આવતાં હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો