તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:ધો.10ના 10752 છાત્રોની 56 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15મીએ શરૂ થતી ધો.10-12ની રીપીટર છાત્રોની પરીક્ષા

ગુજરાત રાજય માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આણંદ જિલ્લામાં આગામી 15 જુલાઇથી ધો.10 અને ધો.12ના રીપીટર ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવામાં આવનાર છે. ત્યારે આણંદ જિલ્લા શિક્ષણ વિભાગે પરીક્ષાલક્ષી તમામ કામગીરીઓ આરંભી દેવાઈ છે.જો કે 7મી જુલાઇએ કલેકટર કક્ષાએ વીડીયો કોન્ફરન્સ બાદ પરીક્ષાલક્ષી એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે.

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવેલ કે ધો-12માં વિજ્ઞાન પ્રવાહમાં 1500 અને સામાન્ય પ્રવાહ 2017 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા કુલ 10 કેન્દ્રમાં પરિક્ષા આપશે.ત્યારબાદ ધો-10માં કુલ 10752 વિદ્યાર્થીઓ 56 જેટલા પરીક્ષા કેન્દ્રો આપી શકે તેવી તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે.

જો કે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રના સંચાલકોને સીસીટીવી કેમેરા ચકાસી લેવા તેમજ પરીક્ષા દરમિયાન ફૂટેજ વીડીયો સાથે ઓડીયો રેકોર્ડીંગ રાખવું સહિતની પરિક્ષાઓલક્ષી તમામ કામગીરીઓ આરંભી દેવા માટેની કેન્દ્રોના સંચાલકોને સુચના આપી દેવામાં આવી છે.વધુમાં જણાવ્યુ હતું કે આગામી 7મીએ જીલ્લા કલેકટર કક્ષાએ વીડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એક વર્ગ ખંડમાં ફકત 20 વિધાર્થીઓને બેસાડવા રહેશે સહિતના જરૂરી નિર્ણય લેવામાં આવશે. ત્યારબાદ બાદ પરીક્ષાલક્ષી એકશન પ્લાન તૈયાર કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...