તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Examination Of Seven More Departments Of SP University Starts From Today, Gyanodaya Pariksha Bhavan Has Been Sanitized Before The Examination.

આયોજન:અેસપી યુનિવર્સિટીના વધુ સાત વિભાગની પરીક્ષા આજથી શરૂ, પરીક્ષા પૂર્વે જ્ઞાનોદય પરીક્ષા ભવનને સેનેટાઈઝ કરાયા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત એસ.પી. યુનિ.ની 5ઓગસ્ટ, બુધવારથી સાત વિભાગની પરીક્ષા લેવામાં આવશે. યુનિવર્સિટીના જ્ઞાનોદય પરીક્ષા ભવનમાં આ પરીક્ષા લેવામાં આવશે. અંદાજિત એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. નોંધનીય છે કે, પરીક્ષા શરૂ થતાં અગાઉ પરીક્ષા હોલને સેનેટાઈઝ કરાયા હતા.

પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આવતીકાલથી એમ.એ. હિન્દી, ઈકોનોમિક્સ, ઈએલટી, જર્નાલિઝમ અને માસ કમ્યુનિકેશનના ચોથા અને બીજા સેમિસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવાશે. આ પરીક્ષા જ્ઞાનોદય પરીક્ષા ભવન ખાતે લેવામાં આવશે. જ્યારે એમએસડબલ્યુ અને એચઆર ડિપાર્ટમેન્ટની તમામ સેમિસ્ટરની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. જ્યારે બી.એડ.ના ચોથા સેમિસ્ટરની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. બી.એડ.ની 20 કોલેજો છે, જે તે કોલેજના સેન્ટર ખાતે લેવાશે.

અન્ય સમાચારો પણ છે...