તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:આખરે સરકારે ખંભાતનું સત્ય સ્વીકાર્યું, બે હોસ્પિટલને કોવિડ સારવાર માટે 80 બેડની મંજૂરી આપી

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાંસદ મિતેષ પટેલ અને ખંભાત ધારાસભ્ય મયુર રાવલે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રીને કરી હતી રજુઆત
 • કાર્ડિયાક કેર સેન્ટરમાં 17 બેડ ફ્રી અને 24 પેઇડ ફાળવાયા
 • કેમ્બે જનરલ હોસ્પિટલમાં 39 બેડ ફાળવાયા

આણંદ જિલ્લામાં કોરોના કહેર ખતરનાક રીતે પ્રસરી રહ્યો છે. સરકારી તંત્ર પોતાના નિયમ મુજબ જ ગણતરી કરી આંકડા બહાર પાડે છે જ્યારે ખાનગી લેબ અને હોસ્પિટલોમા સરકારની બેજવાબદાર નીતિની પરીસ્થિતિ દર્દીઓ અને સગાંવહાલાઓના આંખે આંસુ લાવી રહી છે. ખાસ કરીને ખંભાતમાં કોરોનાની બેકાબુ બની વિસ્તરતી પરિસ્થિતિએ 8 દર્દીઓનો ભોગ લીધો હોવાના અહેવાલે ચકચાર જગાવી હતી. આણંદ સાંસદ મિતેષ પટેલ અને ખંભાત ધારાસભ્ય મયુર રાવલે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળી કોવિડ હોસ્પિટલ શરૂ કરવા રજૂઆત કરી હતી. સરકાર દ્વારા આ અંગે ખંભાતની બે હોસ્પિટલમાં 80 બેડ મંજુર કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ખંભાતમાં છેલ્લા 8 દિવસમાં 8 લોકોના મોત થયાના મામલે સ્થાનિકો અને સરકારી તંત્રમાં અસમંજસ અને વિવાદ વકર્યો છે. જોકે, પરિસ્થિતિની નાજુકતા અને ગંભીરતા સમજતા બન્ને પક્ષે ખંભાતમાં બેકાબુ બનેલા કોરોનાની સારવાર ઉપલબ્ધ કરાવવા ઉપર જોર લાગવાયું હતું. આ અંગે ધારાસભ્ય મયૂર રાવલ દ્વારા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને રૂબરૂ મળી ખંભાતની પરિસ્થિતિને લઈ રજુઆત કરાઈ હતી.

જેમાં હાલમાં કોરનાની પરિસ્થીતી ખુબજ ખરાબ હોઈ ખંભાત અને ખંભાત તાલુકાના ગામડાઓમાં કોરોનાનો પગ પેસારો કર્યો છે અને તેનો ફેલાવો ખુબ ઝડપથી થતો જાય છે. ખંભાત શહેર અને તાલુકાના રહીશોને તેની તાત્કાલીક સારવાર માટે કરમસદ હોસ્પીટલ ખંભાતથી ખુબજ દુર હોવાથી દર્દીને લઈ જવામાં સમય વધારે લાગતો હોવાથી ખંભાત ખાતે એક કોવીડ સેન્ટર ઝડપથી અને તાત્કાલીક ધોરણે શરૂ કરવા જરૂરી સુચના આપવા અને આદેશ થવા વિનંતી અને માગણી કરાઈ હતી.

ખંભાતમાં બેકાબુ બનેલા કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ મોટી કવાયત હાથ ધરાઈ હતી. ખંભાતમાં ખાનગી હોસ્પિટલ અને લેબમાં લેવાતા બેફામ સારવાર ખર્ચને લઈ બુમો ઉઠી હતી. સ્થાનિકોના આક્રોશ અને રાજકીય દબાણ હેઠળ સરકારે ખંભાતનું દબાયેલ સત્ય સ્વીકાર્યું અને ખંભાતમાં કાર્ડિયાક સેન્ટર અને કેમ્બે જનરલ હોસ્પિટલમાં 25 માર્ચથી કોવિડ સારવાર શરુ કરવાનું તંત્ર દ્વારા જાહેર કરાયું છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.ટી. છારીના જણાવ્યા મુજબ ખંભાતની બંને હોસ્પિટલોમાં મળીને કુલ 80 બેડને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કાર્ડિયાક કેર સેન્ટરમાં 17 બેડ ફ્રી અને 24 પેઇડ ફાળવાયા છે. ઉપરાંત આઇસીયુ અને વેન્ટીલેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે કેમ્બે જનરલ હોસ્પિટલમાં 39 બેડ ફાળવાયા છે. જ્યાં સરકારી નિયમ અને કોવિડ ગાઈડલાઈન મુજબ તમામ સુવિધાઓ દર્દીને ઉપલબ્ધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો