તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર બેધ્યાન:આણંદના મોગર પાસે ભુવો પડ્યો છતાં તંત્રની બાબુશાહી, ગ્રામ્ય વિસ્તારોમાં જનતાને હાલાકી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી ફુટ પહોળો અને દોઢ ફુટ ઉંડો ભુવો છેલ્લા કેટલાક સમયથી પડ્યો છે

આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગોની હાલત ખખડધજ થઈ ગઈ છે. માર્ગોના સમારકામ કરવામાં તંત્ર આંધળુકિયા કરી રહ્યું છે. જે કારણે ગ્રામ્ય વિસ્તારના માર્ગો હાલ તો ઉંટની સવારી સમાન બની ગયા છે. માર્ગ બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા પરેશાન થઈ ગઈ છે.

ગ્રામ્ય વિસ્તારના માર્ગો હાલ તો ઉંટની સવારી સમાન

આ અંગે ગ્રામ્ય અગેવાનો અને ગ્રામજનો દ્વારા માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆત કરવા છતાં આ પીડાનો અવાજ તંત્રના બેહેરા કાને અથડાઈ પાછો પડી રહ્યાનો આક્રોશ ગ્રામજનોમાં વહી રહ્યો છે. સરકારી તંત્રની બાબુશાહીની વહીવટી તાસીરને લઈ જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી

મોગરથી શનાપુરા જતા માર્ગ પર નાળા ઉપર જ મોટો ભુવો પડી ગયો છે. અઢી ફુટ પહોળો અને દોઢ ફુટ ઉંડો ભુવો છેલ્લા કેટલાક સમયથી પડ્યો છે. તેમ છતાં આ જગ્યાએથી પસાર થતા નેતાઓને, સરકારી અધિકારીઓને દેખાતો નથી. માર્ગ બિસ્માર હોવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી થતી નથી. જો ચોમાસા પહેલા બિસ્માર માર્ગોનું સમારકામ નહી થાય તો ચોમાસામાં વાહન ચાલકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલી પડશે.

સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ગ્રામ્ય વિસ્તારના કેટલાક માર્ગો તો બનાયા પછી ક્યારેય સમારકામ કરવામાં આવ્યું નથી. જેના કારણે સ્થાનિક પ્રજાને તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ પડે છે. આ અંગે માર્ગ મકાન વિભાગ અને તાલુકા કક્ષાએ રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...