તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Even After The Lockdown, The Situation Continues To Worsen, Caution Is Needed As Soon As The Corona Rises; Otherwise, It Is Likely To Happen In Maharashtra In The Coming Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનની આજે પ્રથમ વરસી:લોકડાઉન બાદ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર, કોરોનામાં ઉછાળો આવતા જ સાવચેતી જરૂરી; નહિ તો આગામી દિવસોમાં મહારાષ્ટ્રવાળી થવાની સંભાવના

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
25 માર્ચ 2020 - આ દિવસ કયારેય ન આવે - Divya Bhaskar
25 માર્ચ 2020 - આ દિવસ કયારેય ન આવે

કોરોનાની બીજી લહેર ઘાતક રૂપથી આવી છે.દેશના કેટલાંક રાજયોના શહેરોમાં પુનઃ લોકડાઉન કરવાનો વખત આવ્યો છે. તેની ગુંજ આણંદ સુધી સંભળાઇ છે.રાજયના 4 મહાનગરોમાં આજે પણ રાત્રિ કફર્યુ જોવા મળે છે.લોકડાઉનના સમયમાં મજૂરોને ઉઘાડ પગે ચાલતા જોયા છે.પગમાં છાલા પડી ગયા હતા.પગ લોહીલુહાણ હાલતમાં જોવા મળતા હતા. વેપારધંધા સહિત કારોબાર ઠપ થઇ ગયાનું દર્દ આજે સૌ અનુભવી રહ્યાં છે.તે વખતે ઘણી મુસ્બિતો અને પીડાઓમાંથી અમે સૌ પસાર થયા છે.કેટલાય લોકોનું અવસાન થયું છે. કેટલાંય પરિવારો મહામુસ્બિત મુકાયા હતા તે આજે પણ અમારા હદયને હચમચાવી મુકે છે. જેથી હવે કોઇ લોકડાઉન થાય તેવું ઇચ્છતા નથી. લગાવવાની જરૂર પણ નથી.કેમ કે પહેલી લહેરમાં પણ કોરોના ને માત દેને વાલે આપણે સૌ હતા.

જિલ્લામાં 23 દિવસમાં જ કોરોનાના 6 ગણા પોઝિટીવ કેસ, 386 નોંધાયા
ખેડામાં 28મી ફેબ્રુ. સુધીમાં માત્ર 140 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેની સામે માર્ચના 23 દિવસમાં જ 386 કેસ પોઝિટીવ કેસ નોંધાઇ ચૂકયા છે. આમ સરેરાશ 3 ગણો વધારો નોંધાયો છે.

ખેડા જિલ્લામાં કોરોનાનો કહેર 4 દિવસમાં 125 પોઝિટીવ કેસ
ખેડા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સરેરાશ દૈનિક 22 કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં નડિયાદ શહેરમાં 70 ટકા કેસ નોંધાય છે. જ્યારે આજે પણ 31 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ માર્ચ માસમાં જ 386 કેસ નોંધાઇ ચૂકયા છે. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યા છે. જ્યારે હોસ્પિટલમાં 98 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

માસ્ક, સેનેટાઇજેશનનું પુનઃ વિતરણ શરૂ કરીએ
ભાસ્કર આણંદની જનતાને સ્વાસ્થયને તંદુરસ્ત રાખવા માટે ઉપાડવામાં આવેલું અભિયાન દરમિયાન બેનરો-પોસ્ટર,વિદ્યાર્થી -વિદ્યાર્થીઓ,પુલિસકર્મીયો, નગરપાલિકાના કર્મચારીઓની સાથે મળીને માસ્ક-સેનેટાઇજેશન વિતરણની ગતિવિધિઓ પુનઃ શરૂ કરીશું,સમાજ-સંગઠન અને વેપારીઓ ને અનલોકના સમય રાખેલી સાવધાનીઓ અપનાવાનો આગ્રહ રાખીએ. તેમજ ધાર્મિક સ્થળો ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટેનું આયોજન કરવુ જોઈઅે તેમજ વિવિધ સંસ્થાઅોઅે પણ પુનઃ સેવાકીયા કાર્યના ભાગ રૂપે પોતાના ગામ સહિત વિવિધ વિસ્તારોમાં અવાર નવાર સેનેટાઈઝ કરાવવુ જોઈઅે તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષીત કરવા માટે માસ્ક અને સેનેટાઈઝનું વિતરણ સૌના સહકારથી કરવુ જોઈઅે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો