સ્થાપન:આણંદ શહેર-જિલ્લામાં પ્રથમ વખત મહારાણા પ્રતાપની મૂર્તિનું સ્થાપન

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લામાં ક્ષત્રિય સેના દ્વારા આણંદ લોટિયા ભાગોળ પાસે સર્કલ પર 12.50 ફૂટની મહારાણા પ્રતાપની પંચ ધાતુની મૂર્તિનું અનાવરણ ભાવનગરના યુવારાજ જયવીરરાજસિંહ ગોહીલના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે જયવીરરાજસિંહે જણાવ્યું હતું કે, દેશની રક્ષાકાજે મહારાણા પ્રતાપે જીવન બલીદાન આપ્યું હતું. તેઓ ક્ષત્રિય સમાજ સહિત હિન્દુ સમાજના રક્ષણ માટે મોગલ સમ્રાટ સામે સતત લડતાં રહ્યાં હતા. તેઓ પ્રજાના કલ્યાણ માટે સતત જજમુતા રહ્યાં હતા.

મહારાણા પ્રતાપ આપણાં માટે ભગવાન છે. ત્યારે મહારાણાની પ્રતિમાને જોઇને યુવા પેઢીને તેમાંથી પ્રેરણા મળશે.આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, કોંગ્રેસના ભરતસિંહ સોલંકી, ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મૂર્તિ નિમારણ માટેદાતા બિલ્ડર પુર્ણસિંહ રાઠોડ દ્વારા 18.50 લાખ સહિત તમામ આયોજન માટે દાન આપનારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...