રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વે 2021:રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વે 2021માં પાલિકા શ્રેણીમાં આણંદનું ધોવાણ

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે પાલિકા 4થા સ્થાને હતી આ વર્ષે પાંચમું સ્થાન
  • એક લાખથી ઓછી વસતી ધરાવતું પેટલાદ રાજયમાં પ્રથમ સ્થાને હતું પરંતુ તકેદારી ન રખતાં 15માં સ્થાને

રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ -2021માં એક લાખથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં આણંદ નગરપાલિકાએ સમગ્ર ગુજરાત રાજ્યની કુલ 162 નગર પાલિકાઓમાં પાંચમો નંબર મેળવ્યો છે. ગત વર્ષે 2020માં ચોથા ક્રમે હતું પરંતુ ચાલુ વર્ષે પણ વેસ્ટના નિકાલની કોઇ વ્યવસ્થા ઉભી ન કરી શકતાં એક સ્થાન નીચે ઉતરી ગઇ છે. જયારે એક લાખથી ઓછી વસતી ધરાવતા શહેરોમાં પેટલાદ નગરપાલિકા ગત વર્ષે સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને હતું. પરંતુ સ્થાનિક અધિકારીઓએ સ્વચ્છતા બાબતે તકેદારી ન રાખતા અને આ માટે પુરતા સાધનો વસાવવામાં ન આવતાં આ વખતે 14 સ્થાન નીચે ગગડીને છેક 15માં સ્થાને પહોચી ગઇ છે.

આણંદ પાલિકાનો એ ગ્રેડની પાલિકામાં સમાવેશ થાય છે. તેમજ સમૃધ્ધ જિલ્લાની નગરપાલિકા હોવા છતાં હજુ પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં પાંચમાં સ્થાનની આસપાસ ફરી રહી છે. આણંદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે દર વર્ષે સાડા ચાર કરોડ ઉપરાંતનો ખર્ચ કરાય છે. તેમ છતાં લાંભવેલ પાસે આવેલ ડમ્પીંગ સ્ટેશન પર કચરાના ઢગ ખડકાઇ ગયા છે તેના નિકાલ માટેની કોઇ વ્યવસ્થા નથી. તેના કારણે દર વખતે સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

વેસ્ટ કચરાના નિકાલ માટેની વ્યવસ્થા કરાશે
આણંદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાકટરને સાડા ત્રણ કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. નિયમિત સફાઇ થાય છે.પરંતુ ડમ્પીંગ સાઇટમાં વેસ્ટ કચરાનો નિકાલ કરવા માટેની મશીનરી ન હોવાથી સ્વચ્છતા સર્વેક્ષણમાં માર પડે છે. જેથી આવનાર દિવસોમાં વેસ્ટ કચરાના નિકાલ માટે મશીનરી વસાવામાં આવશે. જેથી વેસ્ટ કચરામાંથી ખાતર તૈયાર કરીને તેનો નિકાલ કરવામાં આવશે.> હિતેશ પટેલ, ચેરમેન, સ્નેટરી વિભાગ, આણંદ નગરપાલિકા.

જિલ્લાની અન્ય પાલિકાનો ક્રમાંક

નગરપાલિકા20202021
વિદ્યાનગર719
આંકલાવ1241
ઓડ15106
કરમસદ1975
ખંભાત2048
ઉમરેઠ0100
બોરીઆવી099
સોજીત્રા0146

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...