ભાસ્કર વિશેષ:આણંદ વેટરનરી કોલેજ ઉત્તરાયણ માટે સજ્જ

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરોમાં પતંગ દોરીથી વધુ ઇજા પામેલા પક્ષીઓની આણંદમાં સારવાર કરાશે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે તે સાથે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓની સારવાર કરતી સેવાભાવી સંસ્થાઓ પણ સક્રિય થઇ છે અને સ્વયંસેવકોને પ્રશિક્ષણ આપી રહી છે. જેમાં ઘાયલ પક્ષીને કેવી રીતે બચાવવા તેની તાલીમ અપાઇ રહી છે.

આણંદ વેટરનરી કોલેજના ડોકટર પી. વી. પરીખે જણાવ્યું હતું કે, ઉત્તરાયણ પર્વે દર વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે કામગીરી કરવામાં આવે છે. ચાલુ વર્ષે વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન હેઠળ પક્ષીઓની સારવાર માટે ટીમો તૈનાત રાખવાની સુચના આપી દીધી છે. વેટરનરી કોલેજમાં તાલીમ શિબિર યોજવામાં આવતાં ડો. પી.વી.પરીખ સહિત ડો.એમ.એન.બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં માર્ગદર્શનની સાથે પ્રેકટીકલ ડેમો કરીને સમજ આપવામાં આવી હતી.

તાલીમ લીધેલ તબીબો દ્વારા અમદાવાદ વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરમાં સેવા અપાશે. અમૂક શહેરોમાં વધુ ઇજા પામેલા પક્ષીઓની આણંદ વેટરનરી કોલેજમાં સારવાર કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવશે. આ અંગે વધુમા વન વિભાગના અધિકારી બી.અેમ.ડાભીઅે જણાવ્યું હતું કે આગામી 10મી જાન્યુઆરીએ કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર કચેરીએ સોમવારે મીટીંગ મળી હતી. જિલ્લા કંટ્રોલ રૂમ 02692 264855 અને 2611136 શરૂ કરવામાં આવ્યા છે .જુદી જુદી 35 જેટલી એનજીઓ સેવાઓ આપશે.

કરૂણા અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં 904 પક્ષીઓની સારવાર કરાઇ
ઉત્તરાયણપર્વે આણંદ જિલ્લામાં વર્ષ 2018-19માં કુલ 324 પક્ષીઓનું રેસ્કયુ કરવામાં આવ્યું હતુ જેમાં 27 મૃત્યુ પામ્યા હતા જયારે 297 પક્ષીઓ બચાવી લીધા છે. જયારે 2019-20 રેસ્કયુ 383 કરવામાંઆવ્યું હતું. જેમાં42 પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા. 341 પક્ષીઓ સ્વસ્થ થયા હતા.જયારે 2020-21માં રેસ્કયુ 197 કરવામાં આવ્યું હતું. 22 મૃત્યુ પામ્યા હતા. 175 પક્ષીઅોને સારવાર આપી યોગ્ય સ્થાને છોડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...