તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આરોગ્યને ખતરો:આણંદ 100 ફૂટ રોડ ઉપર આવેલ ઝૂંપડપટ્ટી પાસે ઉભરાતી ગટરોને લઈને રોગચાળાની દહેશત

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને ગટરના ગંદા પાણીમાં પગ ડોહળી બહાર નીકળવું પડતું હોવાથી આરોગ્યને ખતરો

આણંદ 100 ફુટ રોડ ઉપર એવન હોલની પાછળના ભાગે આવેલી ઝુંપડપટ્ટી વિસ્તારમાં 80 થી વધુ પરિવારો રહે છે. આ વિસ્તારમાં વિવિધ પ્રશ્નો સતાવી રહ્યા છે તેમાંય 15 ઉપરાંત દિવસથી ગટર લાઈન ઉભરાતા મુખ્ય રસ્તાઓ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળે છે. જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારે છે. તો વળી ક્યારેક તો ગટરના ગંદા પાણી ઝુંપડામાં ઘુસી જતા હોય છે. જેને લઈને ગરીબ માણસોને કેવી રીતે રહેવું તે પ્રશ્ન થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે ભારે વરસાદ થતા ગટરના ગંદા પાણી અને વરસાદના પાણી ઘરમાં ઘુસી જતા આખી રાત લોકોએ મહામુશીબતે વિતાવી હતી. આ વિકટ અને ગંભીર રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ બાબતે સ્થાનિક નેતાઓ અને પાલિકા સત્તાધીશો નિંભરતા દાખવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરના 100 ફુટ રોડ ઉપર એવન હોલની પાછળ અઢી દાયકા જુની ઝુંપડપટ્ટી આવેલી છે. તેઓ નિયમિત પાલિકામાં ટેક્ષ ભરતા હોય છે. છતાં પણ હજુ સુધી કેટલીક પાયાની સુવિધા લોકોને મળી નથી. છેલ્લા 15 દિવસથી ગટરના ગંદા પાણી ઉભરાઈને માર્ગો પર ફરી વળ્યા છે. તો વળી માર્ગ પર આવેલા ઝુંપડામાં ગટરના ગંદા પાણી અવાર નવાર ઘુસી જાય છે. જેને લઈને સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે તેમજ લોકોને અસહ્ય દુર્ગંધ વચ્ચે દિવસો વિતાવાનો સમય આવ્યો છે તેમજ જીવાતોનો પણ ઉપદ્રવ વધી જતા નાની મોટી બીમારીનો ભોગ બન્યા છે. પાલિકામાં આ બાબતે વારંવાર રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને ગઈકાલે રાત્રે તો ભારે વરસાદમાં ઝુંપડપટ્ટીના વિસ્તારો મુશ્કેલીમાં મુકાયા હતા. જો ગટરનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવામાં નહી આવે તો રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે.

આ બાબતે સ્થાનિક રહીશ સંજયભાઈએ આક્રોશ સાથે જણાવ્યું કે આ એવન હોલ પાછળ ઝૂંપડપટ્ટીમાં ઘણા સમયથી ગટર ઉભરાય છે. જે બાબતે સ્થાનિક રહીશો દ્વારા પાલિકમાં અને નગરસેવકોને પણ રજુઆત કરી છે. તેમ છતાં સત્તાધીશો માત્ર ઠાલા વચનો આપે છે. એ સિવાય કોઈ કામગીરી કરતા નથી.

અન્ય સમાચારો પણ છે...