તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Entry In The Gym Only After The Time Schedule: The Gym Which Has Been Closed For The Last Five Months In The District Including Anand City Will Start From Today.

અનલોક 3:ટાઈમ શિડ્યુલ બાદ જ જીમમાં એન્ટ્રીઃ આણંદ શહેર સહિત જિલ્લાના છેલ્લાં પાંચ માસથી બંધ જીમ આજથી શરૂ થશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણને લઈને છેલ્લાં પાંચ માસથી બંધ રહેલાં જીમને રાજ્ય સરકારે શરૂ કરવાનો આદેશ કર્યો છે. ત્યારે આણંદમાં આવેલા 30થી 40 જીમ અને આણંદ જિલ્લામાં આવેલા 150 જેટલાં જીમ પણ સાવચેતી સાથે ખુલશે. જોકે, જીમના સંચાલકો અને ટ્રેનર દ્વારા સાવચેતી રાખીને જ જીમમાં દરેક સભ્યને પ્રવેશ આપાશે. મોટાભાગના જીમના સંચાલકોએ જીમમાં આવતા સભ્યનો ટાઈમ શિડ્યુલ ગોઠવ્યા બાદ જ એન્ટ્રી આપવાની વાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં પાંચ માસથી બંધ રહેલા જીમમાલિકોને અંદાજિત પાંચ કરોડ જેટલું નુકસાન થયું છે. ત્યારે જીમ શરૂ થતાં જીમ માલિકોમાં પણ હાલ ભયના ઓથાર નીચે થોડી આનંદની લાગણી જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ ફેલાવવા માટે જીમ જવાબદાર ન બને તે માટે જીમના માલિકોએ પણ કમર કસી છે.

દરેક સભ્યના ટાઈમ શિડ્યુલ ફીક્સ
સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે તેને તો અમે અનુસરીશું જ. પરંતુ સાથો-સાથ અમે પણ થોડાં સાવચેતીના પગલાંરૂપે દરેક સભ્યનો ટાઈમ શિડ્યુલ ફીક્સ કરીશું. આ ટાઈમ શિડ્યુલમાં જે તે સભ્યને એન્ટ્રી આપવામાં આવશે. માસ્ક પહેરીને કસરત થાય નહીં તેને પગલે ફેસ શિલ્ડની પણ વ્યવસ્થા કરાશે. આ સિવાય દરેક ઈક્વીપમેન્ટ, ડોરના હેન્ડલને પણ સેનેટાઈઝ કરવાની વ્યવસ્થા કરાશે. લાઈનબદ્ધ મશીનોને શક્ય હોય તેટલા દૂર રાખવાનો પણ પ્રયાસ કરાશે . > હેમેશભાઈ પટેલ, ગ્રેવીટી ફીટનેસ, આણંદ.

ટેમ્પરેચર માપીને જ એન્ટ્રી આપીશું
જીમમાં દરરોજ ભીડ ન થાય તે હેતુસર બેચવાઈઝ ગોઠવીને શક્ય હોય તેટલી ભીડ ઓછી થાય તેનું ધ્યાન રાખાશે. એક બેચ ખત્મ થશે એ પછી દરેક મશીનને સેનેટાઈઝ કરાશે. આ ઉપરાંત જીમમાં કસરત માટે પ્રવેશતી વખતે જ દરેક જણનું ટેમ્પરેચર માપ્યા બાદ જ તેને પ્રવેશ આપવામાં આવશે. દરેક જગ્યાએ સેનેટાઈઝર મૂકવામાં આવશે. આ ઉપરાંત જ્યારે દરેક સભ્ય રીલેક્ષ મોડમાં હશે ત્યારે તેમને ફરજીયાત માસ્ક પહેરવા માટે પણ સૂચના આપવામાં આવશે. > અમીષભાઈ દલવાડી, ધ નેસ્ટ જીમ્નેશિયમ, આણંદ

અન્ય સમાચારો પણ છે...