મતદારોની લહેર...:ઉત્સાહ : ગ્રામ્ય વિસ્તારના મતદારોએ ભારે જાગૃતિ બતાવી : મંગળવારે તાલુકા મથકોએ પરિણામ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બોરસદ તાલુકાના કાલુ ગામે મતદાન મથક દિવસ દરમિયાન મતદારો ભારે ભીડ જોવા મળી હતી. સાંજના સમયે મતદાન મથકો કતારો લાગી હતી. - Divya Bhaskar
બોરસદ તાલુકાના કાલુ ગામે મતદાન મથક દિવસ દરમિયાન મતદારો ભારે ભીડ જોવા મળી હતી. સાંજના સમયે મતદાન મથકો કતારો લાગી હતી.
  • જિલ્લામાં 180 ગ્રામ પંચાયતમાં સરેરાશ 75% મતદાન તારાપુર તાલુકામાં સૌથી વધુ 80% વોટિંગનો અંદાજ

આણંદ જિલ્લાના 8 તાલુકાની 180 ગ્રામ પંચાયતોમાં 178 સરપંચ અને 1053 વોર્ડના સભ્યોની ચૂંટણી માટે ઉત્સાહભેર મતદાન થયું હતું. જો કે બોરસદ તાલુકાના કણભા ગામમાં રાત્રે ચૂંટણીની કામગીરી પૂરી થયા બાદ કોઇ બાબતે બબાલ થતા લોકોએ ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ઘેરી લીધા હતા. તેવી જ રીતે ખંભાતના કાણીસામાં બેલેટ પેપરની ઝેરોક્ષ કરાયાનો વિવાદ થયો હતો.

દિવસ દરમિયાન સમગ્ર જિલ્લામાં એકંદરે 75 ટકા જેટલું મતદાન થયાનો અંદાજ છે. જિલ્લાના આણંદ, આંકલાવ, બોરસદ, ઉમરેઠ, પેટલાદ, સોજીત્રા, ખંભાત અને તારાપુરમાં સવારે 7 વાગે મતદાનો પ્રારંભ થયા બાદ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71 ટકા જેટલું વોટિંગ થયું હતું ત્યારેબાદ એક કલાકમાં બીજા પાંચ ટકા વધવાના અંદાજ સાથે ટકાવારી 76 ટકા જેટલી થવાનો અંદાજ ચૂંટણી વિભાગના સૂત્રોએ વ્યક્ત કર્યો હતો. રાત્રે જ મતદાન મથક પરથી મતપેટીઓને જે તે તાલુકા કક્ષાના સ્ટ્રોંગરૂમમાં મોકલી દેવાઇ હતી.

હવે આગામી મંગળવારે તમામ તાલુકા મથકે જે તે તાલુકા અંતર્ગતની પંચાયતોની મતગણતરી સાથે ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. વાગે મતદાનનો પ્રારંભ થયો ત્યારથી જ મતદારોનો પ્રવાહ મતદાન મથકો પર વહેતો રહ્યો હતો. ખંભાતના કાણીસામાં બેલેટ પેપરની ઝેરોક્ષ કાઢવાના અને એક સ્થળે પ્રતિક બદલાઇ જવાના અમૂક છૂટાછવાયા બનાવોને બાદ કરતા મતદાનની કામગીરી સફળતાપૂર્વક પાર પડી હતી. હવે આગામી 21 તારીખને મંગળવારે તમામ 8 તાલુકા મથકો પર મત ગણતરી યોજાશે.

ચિખોદરા, પાળજ, પંડોળી, મહેળાવ અને ધર્મજ સહિતના મોટાભાગના ગામોમાં મોડે સુધી મતદાનની કામગીરી ચાલી હતી. 2016માં આણંદ જિલ્લાની 188 ગ્રામ પંચાયતો માટે 72.85 ટકા જેટલુ મતદાન થયું હતું. તેની સામે 2021માં સરેરાશ અંદાજે 74.80 મતદાન થયું છે. જેમાં ફાઇનલ આંકડામાં વધઘટ થવાની સંભાવના છે. સાંજના 5 વાગ્યાસુધીમાં જિલ્લામાં સરેરાશ મતદાન 71.20 ટકા થયું છે.

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતમાંથી 178 સરપંચોની બેઠક પર ચૂંટણી લડી રહેલા 716 ઉમેદવારો અને વોર્ડની 1053 બેઠકો માટે 2550 ઉમેદવારોનું ભાવિ જિલ્લાના 6.30 લાખ મતદારોએ મતદાન પેટીમાં સીલ કર્યું છે. ગામડાઓમાં મતદાન પૂર્ણ થયા બાદ કૌને કેટલાંક મત મળશે અને કોણ જીતેશ તેની ગણતરીઓ ચર્ચા મોડીરાત સુધી ઓટલા બેઠકો ચાલી હતી.

તાલુકોસરપંચમતદારોની સંખ્યામતદાન કરેલ મતદારોની સંખ્યાટકાવારી
પુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલપુરુષસ્ત્રીકુલ
આણંદ268810383950172053592905485411414467.365.3466.34
ઉમરેઠ2646998447229172034673317396641273.7870.9772.41
બોરસદ399431686321180640667656136112812670.7971.0870.93
આંકલાવ1324865232364810118688179043659275.1677.0576.07
પેટલાદ2348013445799259232698307606345868.16968.54
સોજિત્રા5102869486197727663700051466874.573.8574.19
ખંભાત33544454936010380540781372827806374.975.5375.2
તારાપુર1519180176683684815685136752936081.7877.479.68
કુલ18038620935932274553127624325458053082371.5370.8571.2

ઉપરોક્ત આંકડાકિય માહિતી સાંજે 5 વાગ્યા સુધીની છે.

આઠ સ્થળે મંગળવારે મતગણતરી
આણંદ તાલુકાની 26 ગ્રામ પંચાયતોની મતગણતરી ડી. એન. હાઇસ્કુલમાં રાખવામાં આવી છે. ઉમરેઠ તાલુકાની મત ગણતરી નગરપાલિકા સંચાલિત સંતરામ વિદ્યાલયમાં, બોરસદની પંચાયતોની ગણતરી જે.ડી.પટેલ હાઈસ્કુલમાં, આંકલાવ તાલુકાની પંચાયતોની મત ગણતરી આંકલાવ હાઈસ્કુલમાં (સી.એલ.શાહ પ્રાથમિક વિભાગ પ્રથમ માળ), પેટલાદ તાલુકાની ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલ - પેટલાદમાં, સોજીત્રા તાલુકાની પંચાયતોની તાલુકા શાળા- ડભોઊવાળી ભાગોળ ખાતે, ખંભાતની ગણતરી શ્રી માધવલાલ શાહ હાઈસ્કુલમાં અને તારાપુર તાલુકાની પંચાયતની ગણતરી સાર્વજનિક હાઇસ્કૂલ તારાપુરમાં કરવામાં આવશે.

સંગ્રામ પંચાયત

  • આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કોરોના સંક્ર્મણના ફેલાય તે માટે કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવા માટે દરેકમતદાન મથક પર થર્મલગન,સેનેટાઇઝર, હેન્ડગ્લોઝ આપવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક મતદાન મથકો પર થર્મલ ગન જોવા મળી હતી. જયારે મોટાભાગના મતદાન મથકો કોવિડની ગાઇડનું પાલન કરવામાં આવ્યું ન હતું.જેથી હેન્ડગ્લોઝ બોકસમાં પડી રહ્યાંછે.
  • સારસા ગામે મતદાન બંધ રહ્યું તેવી અફવાઓએ આજુબાજુના ગામોમાં જોર પકડયું હતું. પરંતુ શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.
  • આણંદ જિલ્લાના મોટા ભાગના ગામોમાં 6 વાગ્યા સુધીમાં મતદાન મથક પ્રવેશી ગયેલા મતદારોની લાંબી લાંબી કતારો લાગી હોવાથી રાત્રિના 8 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું.
  • આણંદ નજીક આવેલા ચિખોદરા ગ્રામ પંચાયતની ચૂંટણી સરપંચપદ માટે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. ત્યારે ચિખોદરા ગામમા આજે મતદાન દિવસે ચૂંટણી પ્રચારનું બેનર ઉતારવામાં નહીં આવ્યું હોવાથી આચારસંહિતા ભંગની ફરીયાદ નોંધાઇ છે. આચારસહિતા અધિકારી ચિખોદરાના તલાટીને કમ મંત્રીને સ્થળ તપાસકરીને રીપોર્ટ કરવા આદેશ કર્યો છે.
  • ખંભાતના શકરપુર ખાતે પોલિંગ એજેન્ટની નિમણૂક બાબતે બે સરપંચ ઉમેદવાર વચ્ચે ચકમક જરી હતી. જેના કારણે લોકોના ટોળેટોળા મતદાન મથક બહાર ભેગા થયા હતા. ઘટનાની ગંભીરતા લઈને મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી વિવાદનું નિરાકરણ લાવ્યા હતા.
  • તારાપુરમાં મતદાનના દિવસે વહેલી સવારથી ચાર વાર વીજ પરવાહ ડૂલ થઇજતાં ચૂંટણી કંન્ટ્રોલ રૂમ તથા મતદાન મથકો પર અધિકારીઓ પરેશાન થઇ ગયા હતા.મતદાન ટકાવારી અપડેટમાં પડી રહી છે હાલાકી.
અન્ય સમાચારો પણ છે...