શાળાઓ શરૂ:કોરોનાના કારણે ઘરમાં રહેલા બાળકોને પ્રથમ વખત સ્કૂલે મુકવા આવેલા વાલીઓમાં ઉત્સાહ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં 20 માસ બાદ શરૂ થયેલી પ્રાથમિક શાળામાં ધો1 થી 5માં પહેલા દિવસે માત્ર 30 ટકાની હાજરી
  • ઘરમાં રહેતા બાળકોનો સ્વભાવ ચિડીયો બની ગયો હતો, સ્કૂલે જવાથી બાળકોના સ્વભાવમાં ફેરફાર જોવા મળશે

કોરોના મહામારીને કારણે માર્ચ 2020થી સરકારી સહિત તમામ ખાનગી પ્રાથમિક શાળાઓ પોણા બે વર્ષથી બંધ હતી. 2021 જુલાઇ અંતમાં ધો 6 થી 12ના વર્ગોમાં ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ ધો 1 થી 5 બાળકો માટે ઓફ લાઇન અભ્યાસ 20 માસથી બંધ હતો. તેના કારણે કેટલાંક બાળકો આંગણવાડી કે પ્લે ગ્રૃપમાં ગયા વગર જ સીધા ધો-1માં પ્રથમ વખત શાળાએ આવતાં હોવાથી તેવા બાળકનો વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. જો કે 50 ટકા વાલીઓએ તેમના બાળક કોરોના કે અન્ય બિમારીનો ભોગ ના બને તે માટે તેમને શાળાએ મોકલ્યા ન હતા. આણંદ જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓ પ્રથમ દિવસે ધો1 થી 5ના 12325 બાળકો અને ધો 6 થી 8માં 20 હજાર બાળકો હાજર રહ્યાં હતા. આમ જિલ્લાની શાળોઓમાં 50 ટકા હાજરીની ક્ષમતા સામે 30 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

આણંદ શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં ધો. 1 થી 5 માં ઓફલાઇન અભ્યાસ સોમવારે શરૂ થતાં વહેલી સવારથી વાલીઓ પોતાના બાળકો લઇને સ્કુલે મુકવા આવેલા જોવા મળ્યા હતા. જો કે પોણા બે વર્ષ પછી પ્રથમ વખત માતા પિતાને છોડીને શાળાએ આવતાં ભુલકાઓમાં માતા પિતા વિરહમાં ઝુરતા જોવા મળ્યા હતા. કેટલાંક વાલીઓ શાળા છુટી ત્યાં સુધી પોતાના બાળકને લેવા માટે શાળાના કમ્પાઉન્ડમાં બેસી રહ્યાં હતા. શાળા છુટતાની સાથે બાળક પોતાના માત પિતાને જોતા ખુશખુશાલ જોવા મળ્યા હતા.જયારે તમામ શાળાઓ કોવિડ લાઇન મુજબ વાલીઓ પાસેથી સંમતિ પત્રક ભરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઘણા સમયબાદ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અભ્યાસ કરાવવાનો શિક્ષકોને મોકો મળ્યો હતો.

પ્રથમ દિવસની હાજરી

તાલુકોકુલ છાત્રોહાજર છાત્રો
આણંદ262824275
આંકલાવ6343526
બોરસદ164281547
ખંભાત111352262
પેટલાદ111231776
સોજીત્રા3857493
તારાપુર3817780
ઉમરેઠ8044666
કુલ87દ2812325

કેટલાંક વાલીઓએ હજુ પણ બાળકને શાળાએ મોકલતા ખચકાટ અનુભવ્યો

આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના છુટાછવાયા કેસ મળી રહ્યાં છે. તેમજ ડેન્ગ્યુના કેસ વધુ હોવાથી કેટલાક વાલીઓ હજુ પણ પોતાના બાળકને ઓફલાઇન અભ્યાસ કરવા માટે શાળામાં મોકલતા ખચકાટ અનુભવતા હતા. એક વાલીએ જણાવ્યું હતું કે તમારા બાળકની જવાબદારી તમારી છે તેવું સંમતિ પત્રક ભરાવતા હોવાથી તેમજ હાલમાં કોરોના કેસ હોવાથી મારા બાળકને સ્કુલે મોકલવા હું તૈયાર નથી. પરિસ્થિતિ બિલકુલ થાળે પડશે ત્યારે બાળકને સ્કુલે મોકલીશ.> હિતેશ પટેલ,વાલી,આણંદ

શિક્ષકોમાં અનેરો આનંદ જોવા મળ્યો
છેલ્લા પોણા બે વર્ષથી ઓનલાઇન બાળકોનેઅભ્યાસ કરાવવામાં આવતો હતો. પરંતુ તેઓ ઘરમાં અભ્યાસ કરતાં હોવાથી ઼ધ્યાન આપતા નથી. તેના કારણે અભ્યાસ કાચો રહેતો હતો.પરંતુ બાળકો પ્રત્યક્ષ અભ્યાસ કરવાથી તેઓને સમજાવી તેમજ રમતની સાથે જ્ઞાન આપવામાં આવતું હોવાથી બાળકો રસ દાખવતા હતા. જેના કારણે શિક્ષણ સુધરશે. પ્રથમ વખત શાળાએ આવેલા બાળકોને આવકારવામાં આવ્યા હતા તેમજ સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા કરવામાંઆવી હતી.> શૈલેષભાઇ પરમાર શિક્ષક , સોજીત્રા

અન્ય સમાચારો પણ છે...