અનોખો વિરોધ:ટ્રેક્ટરમાં કચરો ભરી પાલિકાના દરવાજા પાસે જ ખાલી કર્યો

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કરમસદ નગરપાલિકાના દરવાજે ટ્રેક્ટરમાં લાવેલો કચરો ઠાલવવામાં આવી રહેલો નજરે પડે છે. - Divya Bhaskar
કરમસદ નગરપાલિકાના દરવાજે ટ્રેક્ટરમાં લાવેલો કચરો ઠાલવવામાં આવી રહેલો નજરે પડે છે.
  • દેવરાજપુરા વિસ્તારના રહીશો દ્વારા અનોખો વિરોધ
  • કરમસદમાં કચરાનો નિકાલ ના થતા અકળાયેલા રહીશો

કરમસદ ગામના દેવરાજપુરા વિસ્તારમાં જાહેર માર્ગો પર છેલ્લા ચાર પાંચ દિવસથી ખડકાયેલા કચરાના ઢગલાનો નિકાલ ના થતા અકળાયેલા સ્થાનિકોએ આ કચરો ટ્રેક્ટરમાં ભરીને કરમસદ પાલિકાના દરવાજે ઠાલવી પાલિકા સત્તાવાળાઓની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

કરસમદ ગામના વોર્ડ નં 7માં દેવરાજપુરાના મુખ્ય રસ્તા સહિત સોસાયટી વિસ્તારમાં કચરાના ઢગ ખડકાઇ ગયા હતા. જે અંગે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા ત્રણ દિવસ થી કરમસદ સફાઇ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં આજદિન સુધી કચરો ઉઠાવવા માટે કોઇ ફરક્યુ ન હતું. જેથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશો એક્ત્ર થઇને ટ્રેકટર મંગાવીને રસ્તા પરનો કચરો ટ્રેકટરમાં ભરીને કરમસદ નગરપાલિકા ગેટ પાસે ઠાલવી દીધો હતો.

તંત્રઅે જણાવ્યું કે, ડ્રાઇવર આવશે એટલે ટ્રેક્ટર મોકલીશું પણ કોઇ આવ્યું જ નહીં
દેવરાજપુરામાં કચરો ભેગો થયો હોવાથી ગત શુક્રવારે ટેલીફોન કરીને સેનેટરી વિભાગને જાણ કરતા કચરાનો નિકાલ થઇ જશે તેમ જણાવ્યું હતું પરંતુ ત્રણ ત્રણ દિવસ સુધી કોઇ નિરાકરણ આવ્યું નહતું. ઓફિસ જઇ રજૂઆત કરી તો જવાબ મળ્યો કે ડ્રાઇવર આવશે એટલે ટ્રેક્ટર મોકલીશું. આવો જવાબ મળતા રોષે ભરાઇને અમે જાતે જ કચરો ટ્રેક્ટરમાં ભરી નગરપાલિકાના દરવાજા પાસે ઠાલવી આવ્યા હતા. - ભરતભાઇ સોલંકી , સ્થાનિક રહીશ કરમસદ

અન્ય સમાચારો પણ છે...