આણંદના યુવાનોને રોજગારી મળે તે હેતુથી જિલ્લામાં 17મી અને 22મી ફેબ્રુઆરીના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. જેમાં મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, તેમજ અન્ય સેક્ટરનાં ખાનગી એકમનાં નોકરીદાતાઓ દ્વારા નોંધાયેલી ખાલી જગ્યાઓ ઉપર ઉમેદવારની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે.
આણંદ જિલ્લાનાં રોજગારવાચ્છું ઉમેદવારોને રોજગારી મળી રહે તેમજ નોકરીદાતાને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરિયર સેંટર) દ્વારા 17મીના રોજ સવારે 11:30 કલાકે સેન્ટ સ્ટીફન ઇન્સ્ટિટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, આઇ.પી.મિશન કંમ્પાઉન્ડ, સ્ટેશન રોડ, આણંદ અને 22મીના રોજ યુનિવર્સિટી રોજગાર કેન્દ્ર, નલિની કોલેજ સામે, નાના બજાર, વલ્લભ વિદ્યાનગર ખાતે સવારે 11:30 કલાકે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે.
આ રોજગાર ભરતી મેળામાં 18 થી 35 વર્ષની વયના રોજગારવાચ્છું ઉમેદવાર કે જેઓ એસ.એસ.સી., એચ.એસ.સી,આઇ.ટી.આઇ, ડિપ્લોમાં તથા અન્ય ગ્રેજ્યુએટ જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. ઉમેદવારે અનુબંધમ પોર્ટલનાં માધ્યમથી પણ રોજગારીની વધુ તક મેળવી શકે છે, જેનાં રજીસ્ટ્રેશન માટે ગુગલ લીંક https://forms.gle/Cc8kkSyQhW25j9Gp9 લીંકનાં માધ્યમથી રજીસ્ટ્રેશન કરીને નોંધણી કરાવી શકો છો અથવા વેબસાઈટ ઉપર www.anubabdham.gujarat.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરી શકાશે. MCCAnand Facebook Page:-Model career center Anand, Teligram Group લિંકના માધ્યમથી જોડાવા મોડેલ કેરીયર સેન્ટર આણંદના ફેસબુક પેજને લાઇક કરવા અને યુ-ટ્યુબ ચેનલ Mccanand તેમજ વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનાં હેલ્પ લાઈન નંબર 63573 90390 ઉપર સંપર્ક કરવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.