આવેદનપત્ર:પેટલાદ STડેપોના કર્મીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ એસટી ડીવીઝનના પેટલાદના કર્મચારીઓએ છેલ્લા કેટલાય સમયથી તેમના પડતર પ્રશ્નોના નિકારણ માટે સંઘર્ષ કરી રહ્યાં છે. પરંતુ તંત્ર તેમની રજૂઆત સામે આંખ આડા કામ કરી રહ્યું છે. જેથી કર્મચારીઓએ તેમનો અવાજ સરકાર સુધી પહોંચડાવા માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. એસ ટી વિભાગના ત્રણેય સંગઠનો દ્વારા કામદાર પ્રશ્નોને વાચા આપવા અને નિરાકરણ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું નક્કી કર્યુ છે.

પેટલાદ એસટી ડેપોના સંકલન સમિતિના કર્મચારી મંડળોના એડીજીએસ યાસીનભાઈ વ્હોરા, હબીબભાઈ, ભારતીય મજદુર સંઘના આશીકઅલી સૈયદ, કૌશલભાઈ બ્રહ્મભટ્ટ, મજુર મહાજનના હર્ષદભાઈ મહીડા, અલ્પેશભાઈ તેમજ ઈસુબભાઈ સહિતના કર્મચારીઓ ભેગા મળીને આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...