કર્મચારીનું સન્માન:આણંદના 108 એમ્બ્યુલન્સના કર્મચારીને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ એવોર્ડ એનાયત કરાયો

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ, 181 અભયમ, 1962 પશુ હેલ્પલાઇન એમએચયુ જેવા અલગ અલગ પ્રોજેક્ટ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. તેમાંય 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં કામ કરતા કર્મચારીઓ દિવસ રાત જોયા વગર સતત આપણી સેવામાં હાજર રહે છે. ત્યારે કર્મચારીઓની કામગીરીને પ્રોત્સાહિત કરવા ઈએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા અમદાવાદ ખાતે રાજ્યના 108ના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આણંદના 108 એમ્બ્યુલન્સના કર્મચારીને શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય કક્ષાએ એવોર્ડ એનાયત કરાયો હતો.

આણંદના ઈએમટી અને પાયલોટને શ્રેષ્ઠ સેવિયર એવોર્ડ
ગુજરાત રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ ખિલખિલાટ, 181 અભયમ, 1962 પશુ હેલ્પલાઇન એમએચયુ જેવા અલગ અલગ પ્રોજેક્ટ નિઃશુલ્ક ચલાવવામાં આવે છે. કર્મચારીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને તેમની કામગીરી બદલ રાજ્ય કક્ષાએ એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં સારામાં સારી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આણંદના ઈએમટી ધવલ અને પાયલોટ મહેશને ગુજરાતનો શ્રેષ્ઠ સેવિયર એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યાં છે.

આંકલાવના ખિલખિલાટ વાનના ચાલકને પણ એવોર્ડ એનાયત
આ ઉપરાંત આંકલાવના ખિલખિલાટ વાનના ચાલક નવીનભાઈ જાદવને સારામાં સારી એવરેજથી ગાડી ચલાવવા બદલ એવોર્ડથી સન્માન ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસના સીઓઓ જશવંત પ્રજાપતિ અને ઓપરેશન હેડ સતીશ પટેલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યાં છે. તેઓએ આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ તબક્કે આવી કામગીરીમાં સદાય હરહંમેશ સાથ આપતા પીએમ બિપીનભાઇ, નઝીર વહોરા તથા રવીભાઇનો તેઓએ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...