ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત વિવિધ ઉમેદવારોના પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં આવતા પેઈડ ન્યૂઝ–જાહેરખબરના ખર્ચ ઉપર બાજ નજર રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડી. એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને એમ.સી.એમ.સી. ,ઇ.એમ.એમ.સી. સમિતિની રચના કરવામાં આવેલ છે. જે સમિતિ અંતર્ગત કલેકટર કચેરી ખાતે ઇલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે.આ કંટ્રોલ રૂમમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આવતા ફેક ન્યુઝ, પેઈડ ન્યૂઝ તેમજ જાહેરાતોના મોનીટરીંગ માટે બે ટી.વી.સેટ મૂકવામાં આવ્યા છે. જેનું 24X7 મોનીટરીંગ કરવામાં આવે છે.
આ EMMC ખાતે જિલ્લાની સ્થાનિક તેમજ રાજય કક્ષાની વિવિધ ન્યુઝ ચેનલોમાં આણંદ જિલ્લાને લગતા ચૂંટણીલક્ષી સમાચારો અને જાહેરખબરોનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.આ મોનીટરીંગ દરમિયાન ખાસ કરીને ચૂંટણીલક્ષી આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા સમાચારો તથા જાહેરખબરો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. કલેકટર કચેરી ખાતે આવેલ આ EMMC ની આજે ભારતીય ચૂંટણી પંચ દ્વારા આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પૈકી ખંભાત,બોરસદ,પેટલાદ અને સોજિત્રા વિધાનસભા બેઠકોના ઉમેદવારો, રાજકીય પક્ષોના ખર્ચ સંબંધિત બાબતો ઉપર દેખરેખ રાખવા માટે નિમાયેલ ચૂંટણી ખર્ચ નિરીક્ષક ધર્મેન્દ્ર મણિ ત્રિપાઠીએ મુલાકાત લીધી હતી.
નિરીક્ષક ધર્મેન્દ્ર મણિ ત્રિપાઠીએ તેમની આ મુલાકાત દરમિયાન EMMC ની કામગીરીનું રસપૂર્વક નિરીક્ષણ કરી ચૂંટણી સંબંધિત અને MCMC અને EMMC કમીટીઓ સહિતની ચૂંટણી સંદર્ભે રચાયેલી કમીટીઓની કામગીરી સંબંધી જરૂરી જાણકારી MCMC ના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક એચ. બી. દવે પાસેથી મેળવી હતી. નાયબ માહિતી નિયામક એચ.બી.દવેએ ચૂંટણી ખર્ચ નિરીક્ષક ધર્મેન્દ્ર મણિ ત્રિપાઠીને EMMC, MCMC સમિતિ કેવી રીતે કામગીરી કરી રહી છે તેની નાનામાં નાની વિગતોની જાણકારી આપી EMMC ની કામગીરીથી વાકેફ કરાવ્યા હતા.નિરીક્ષક ધર્મેન્દ્ર મણિ ત્રિપાઠીની આ મુલાકાત દરમિયાન માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સંજય શાહ, નાયબ કાર્યપાલક ઈજનેર સુશીલ ક્રિશ્ચયન સહિતના માહિતી કચેરીના કર્મચારીઓ, EMMC ના સભ્યો અને મોનીટરીંગ કરી રહેલા કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.