તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કરમસદમાંથી11 વાહન ચોરી કરનારો ઝડપાયો, વિદ્યાનગર પોલીસે પૂછપરછ હાથ ધરી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ હરપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારી પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. એ સમયે તેમને બાતમી મળી હતી કે, એક શખ્સ નંબર વગરનું બાઈક લઈ તારાપુર રોડ ઢેબાકૂવા તરફથી કરમસદ બળીયાદેવ ચોકડી ખાતે આવવાનો છે. જેને પગલે પોલીસે વોચ ગોઠવી વર્ણનવાળો શખ્સ આવી પહોંચતા જ તેને ઝડપી પાડ્યો હતો. તે જે બાઈક લઈને આવ્યો હતો તેના દસ્તાવેજની માંગણી કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પોલીસની પૂછપરછમાં તેણે તેનું નામ ઈઝહારઅસરફખાન ઉર્ફે ઈજ્જુ સનાઉલ્લાખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે શખ્સની ધરપકડ કરી સઘન પૂછપરછ કરતાં તેણે આ અગાઉ વિદ્યાનગર ઉપરાંત આણંદ શહેર, આણંદ ગ્રામ્ય, વાસદ, બોરસદ શહેર, બોરસદ ગ્રામ્ય પોલીસ મથકની હદ વિસ્તારમાંથી કુલ 11 બાઈક ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...