વિવાદ:આણંદ જાગનાથ મંદિરમાં વીજ-ગેસ કનેક્શન કપાયાં

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખના ઉચાપત કેસ બાદ વધુ એક વિવાદ

આણંદ જાગનાથ મંદિરમાં એક સાધુ અને ટ્રસ્ટી દ્વારા 25 લાખની ઉચાપતના આક્ષેપ સાથે આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી ત્યારથી મંદિરમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે સમયસર લાઇટ બીલ અને ગેસ બીલ ન ભરી શકતાં બંને કનેકશન કપાઇ ગયા છે.

જાગનાથ મહાદેવમાં 25 લાખની ઉચાપત બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હજુ આ પ્રકરણમાં પોલિસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. 25 લાખ જેટલી મોટી રકમની ફરિયાદ થઈ હોવા છતાં અને મંદિર ટ્રસ્ટની મિલકતોનો પણ વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે મામલો ગરમાયો છે. તે દરમિયાન છેલ્લા ઘણા વખતથી બાકી રહેલું વીજ બીલ અને ગેસ બીલના નાણાં ભરવામાં ન આવતાં બંને કનેકશન કપાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...