તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેલવે:આણંદ-ખંભાત વચ્ચે બે વર્ષમાં જ ઇલેક્ટ્રિક ટ્રેન દોડશે 53 કિ.મી.નું અંતર 90 નહિં 40 મિનિટમાં જ કપાશે

આણંદ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આણંદ ખંભાત રેલ્વે લાઈન પર તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વીજપોલ નાંખવાની કામગીરી હાથ ધરાઈ છે. જેથી હવે ઈલેક્ટ્રીક એન્જીન સાથે વધુ સ્પીડમાં ટ્રેન દોડાવવમાં આવશે. - Divya Bhaskar
આણંદ ખંભાત રેલ્વે લાઈન પર તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે વીજપોલ નાંખવાની કામગીરી હાથ ધરાઈ છે. જેથી હવે ઈલેક્ટ્રીક એન્જીન સાથે વધુ સ્પીડમાં ટ્રેન દોડાવવમાં આવશે.
 • આણંદ-ખંભાતના 8 ગામના દોઢ લાખ લોકોને લાભ મળશે
 • વીજપોલ નાખવાની કામગીરીમાંથી 50 ટકા પૂર્ણ

આણંદ જિલ્લાના છેવાડા ખંભાત અને ભાલ પંથકમાં વાહનવ્યહારની પૂરી વ્યવસ્થા નથી. હાલમાં આણંદ-ખંભાત વચ્ચે ડીઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેન છેલ્લા એક દસકાથી દોડતી હતી, પરંતુ ડેમુ ટ્રેન 53 કિમીનું અંતર કાપવા માટે સવાથી દોઢ કલાકનો સમય થતો હતો જે હવે માત્ર 40 મિનિટમાં જ ખંભાત પહોંચાડી દેશેે. એને કારણે ખંભાત -પેટલાદ સહિત 8 ગામોની જનતાને સમયનો પણ બચાવ થશે. કેન્દ્ર સરકારે ભાલપંથકમાં એક સદી અગાઉ હતી તેવી પુનઃજાહોજલાલી સ્થાપિત થાય તેમજ ઉદ્યોગધંધાને વેગ મળે તેમજ સ્થાનિક જનતા લાભ મળે તે માટે પશ્વિમ આણંદ-ખંભાત 53 કિમી રેલવેલાઇન પર ઇલેક્ટ્રિક ટ્રેન દોડવવા માટે હાલમાં પુરજોશમાં કામ શરૂ કરી દીધું છે. જે આગામી 2023 પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે, એમ પશ્વિમ રેલવે વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લાનું છેવાડું 1000 વર્ષથી જૂનુું ખંભાત શહેર આવેલ છે. જો કે અંગ્રેજોના શાસન દરમિયાન ગુજરાતના મુખ્ય શહેરમાં એક શહેર ગણાતું હતું. પરંતુ આઝાદી બાદ ખંભાતને પૂરતું મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. જેથી ખંભાતની ઓળખ ધીમે ધીમે ભૂસાઇ રહી હતી. ખંભાત -આણંદ વચ્ચે એક માત્ર રેલવેલાઇન પર પણ તંત્ર દ્વારા માત્ર ડીઝલ ટ્રેન દોડાવીને સંતોષ માનવામાં આવતો હતો.તેના કારણે ભાલ પથંકનો વિકાસ રૂધાઇ રહ્યો હતો.

હાલમાં કેન્દ્ર સરકાર ભાલપંથકના વિકાસ માટે મહત્વનો નિર્ણય લઇને ડીઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેનની જગ્યાએ ઇલેક્ટ્રિક મેમુ ટ્રેન દોડવવાનો નિર્ણય લીધો છે.તે માટે ઇલેકટ્રિક પોલ નાંખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જેથી ભાલ પંથકની જનતામાં આનંદ છવાઇ જવા પામ્યો છે. લોકડાઉન પહેલા આણંદથી ખંભાત લાઈન પર તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે દિવસ દરમ્યાન 8 રૂટો દોડાવવામાં આવતા હતા. જો કે ડેમુ ટ્રેનમાં ભાડું ઓછું હોવાથી અને પાસ સિસ્ટમ હોવાથી મુસાફરો માટે આશીર્વાદ સમાન ગણાતી હોય છે.

ડીઝલને કારણે પોલ્યુશન ફેલાતુ હતુ તે અટકી જવા પામશે
આણંદ-ખંભાત વચ્ચે ડીઝલ એન્જિન ધરાવતી ડેમુ ટ્રેન દોડવવામાં આવતી હતી. તેના કારણે ડીઝલનો વપરાશ વધી જતો હતો. તેની સામે એટલી આવક થતી નથી. તેમજ એન્જીન કાર્બન ડાયોકસાઇડ વધુ પ્રમાણ છોડતું હોવાથી પોલ્યુશન ફેલાતું હતું. જેથી ફયુઅલ બચત અને પોલ્યુશન અટકાવવા માટે રેલ્વે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.> ખેમરાજ મીણા, પીઆરઓ,પશ્વિમ રેલવે વડોદરા

નોકરિયાત-વેપારી વર્ગને ફાયદો સમયનો વેડફાટ થતો અટકશે
ખંભાત લોકો વેપારધંધા અને નોકરી માટે વડોદરા,સૂરત અને અમદાવાદ અપડાઉન કરતાં હોય છે. જો કે અત્યાર સુધી ડેમુ ટ્રેન દોડતી હતી.જે આણંદ ખાતે પહોંચાડવામાં દોઢ કલાકનો સમય લેતી હતી.તેના કારણે અમદાવાદ,મુંબઇ કે વડોદરા જતી ટ્રેનનું કનેકશન મળતું ન હતું. તેના કારણે ટ્રેન ખાલી જતી હતી. જો કે ઇલેક્ટ્રિક મેમુ ડ્રેન દોડવવામાં આવશે તો મુસાફરી સમયમાં ઘટીને માત્ર 40 મીનીટ લાગશે જેથી હવે ખંભાત અને તારાપુર વાસીઓને ટ્રેન વધુ ઉપયોગ કરશે.> મનોજભાઇ પરમાર, પાસ ધારક,ખંભાત

વારંવાર ટ્રેન ખોટકાવાના બનાવોમાંથી મુક્તિ મળશે
આણંદ-ખંભાત લાઇન પર દોડતી ડીઝલ એન્જિન ડેમુ ટ્રેન વારંવાર રસ્તામાં ખોટકાઇ જવાનો બનાવો બનતા હતા.તેના કારણે સમયનો વેડફાટ તથા નાણાંનો વ્યય થતો હતો.તેમજ રેલવે તંત્રના કર્મચારીઓ ખોટી રીતે હેરાન થતાં હતા.તેમજ મુસાફરોનો સમય બગડતો હતો.તે તમામ બાબતોમાંથી મેમુ ટ્રેનના કારણે મુકિત મળશે.તેમજ મેઇન્ટેનન્સ ખર્ચમાં પણ બચત થશે તેમજ રેલવેની આવકમાં પણ વધારો થશે. - રણજિતસિંહ, અધિક્ષક રેલવે સ્ટેશન આણંદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો