માર્ગદર્શન:આણંદના 7 મતદાર વિભાગમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની 7 બેઠકો માટે આગામી તા.5 ડિસેમ્બર 2022 ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડી. એસ. ગઢવીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી-2022 માટે આણંદ જિલ્લાની સાતેય બેઠકના કુલ મળી 2,104 પ્રિસાઇડિંગ ઓફિસર 2,104 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 4,568 પોલિંગ સ્ટાફને માસ્ટર ટ્રેનર દ્વારા પ્રથમ તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે.

આ તાલીમ અન્વયે 108-ખંભાત વિધાનસભા મત વિસ્તાર માટે મેતપુર પ્રાથમિક શાળા, ખંભાત ખાતે, 109-બોરસદ વિધાનસભા મત વિસ્તાર માટે ધ એક્સેલેન્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, બોરસદ ખાતે, 110-આંકલાવ વિધાનસભા મત વિસ્તાર માટે આંકલાવ હાઈસ્કૂલ ખાતે, 111-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર માટે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ, ઉમરેઠ ખાતે, 112-આણંદ વિધાનસભા મત વિસ્તાર માટે ડી.એન. હાઇસ્કુલ, આણંદ ખાતે, 113-પેટલાદ વિધાનસભા મત વિસ્તાર માટે વેસ્ટર્ન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ, પેટલાદ ખાતે અને 114-સોજિત્રા વિધાનસભા મત વિસ્તાર માટે કુનિબા પુસ્તકાલય, સોજીત્રા ખાતે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસરને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાંઆવી હતી.

મહત્વનું છે કે આ તાલીમના ત્રણ દિવસ દરમિયાન ખંભાત વિધાનસભા માટે કુલ 831, બોરસદ વિધાનસભા માટે 1,239, આંકલાવ માટે 1,102, ઉમરેઠ વિધાનસભા માટે 1,221આણંદ વિધાનસભા માટે 2,050 ,પેટલાદ વિધાનસભા માટે 1,102, અને સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગ માટે 1,231 અધિકારી - કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હોવાનું સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...