નિરીક્ષણ:આણંદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકોએ કાઉન્ટિંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ અને મીડિયા સેન્ટરની મુલાકાત કરી

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની 7 વિધાનસભા બેઠકો માટેની મતગણતરી તા.8 ડિસેમ્બર 2022ના રોજ વિદ્યાનગર ખાતે આવેલ બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ અને નલીની અરવિંદ એન્ડ ટી.વી.પટેલ આર્ટસ કોલેજ ખાતે કરવામાં આવનાર છે.

આ વિધાનસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતગણતરી કેન્દ્રોની આણંદ વિધાનસભા મતવિસ્તારની બેઠકો માટે નિમાયેલ ચૂંટણી નિરીક્ષકો અમીતસીંઘ બંસલ (આઈ.એ.એસ.), નિધિ નિવેદિતા (આઈ.એ.એસ.), ગોપાલ મીના (આઈ.એ.એસ.), અલકા શ્રીવાસ્તવ (આઈ.એ.એસ.) અને પોલીસ નિરીક્ષક નવાજ્યોતી ગોગોઇ (આઇ.પી.એસ) એ મુલાકાત લઈ મતગણતરી કેન્દ્રોનું નિરીક્ષણ કર્યું હતુ.આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડી. એસ. ગઢવી તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર જોડાયા હતા.

મહત્વનું છે કે ચૂંટણી પંચ દ્વારા નિયૂક્ત કરવામાં આવેલા આ ચૂંટણી નિરીક્ષકોએ મતગણતરી કેન્દ્રો ખાતે ઉભા કરવામાં આવેલા કાઉન્ટીંગ રૂમ, સ્ટ્રોંગ રૂમ, મીડિયા સેન્ટર સહિતના સ્થળોની મુલાકાત લઇ તેમનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે, આણંદ વિધાનસભા મતદાર વિભાગ માટે આગામી તા. 8 મી ડીસેમ્બરના રોજ યોજાનાર મતગણતરી અન્વયે બોરસદ, આંકલાવ,પેટલાદ અને સોજીત્રા વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી બી.જે.વી.એમ. કોમર્સ કોલેજ, વિદ્યાનગર ખાતે કરવામાં આવશે, જયારે ખંભાત, ઉમરેઠ અને આણંદ મતદાર વિભાગની મતગણતરી નલીની અરવિંદ એન્ડ ટી. વી. પટેલ આર્ટસ કોલેજ, વિદ્યાનગર ખાતે કરવામાં આવનાર છે.

ચૂંટણી નિરીક્ષકોની આ મુલાકાત સમયે નાયબ ચૂંટણી અધિકારી લલીત પટેલ, પ્રાંત અધિકારી વિમલ બારોટ, મામલતદાર પાર્થ ગોસ્વામી સહિતના ચૂંટણી વિભાગના અધિકારી – કર્મચારીઓ અને કોલેજના આચાર્ય ઉપસ્થિત રહયાં હતા.

અન્ય સમાચારો પણ છે...