તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:આણંદમાં 16 સોસાયટીઓની ચૂંટણી બહિષ્કારની ચીમકી

આણંદ17 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ શહેરના વોર્ડ નં -01માં ઇસ્કોન મંદિર પાછળ આવેલી રિધ્ધી સિધ્ધી સોસાયટી ભાગ 1 અને2,રામબાગ,ચાણકયપુરી, આકૃતિનગર,ગંગોત્રી સહિતના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી પાયાની સુવિધાનો અભાવ છે. આ વિસ્તારમાં સૌથી મોટા પ્રશ્ન વરસાદી પાણીના નિકાલ છે.ચોમાસામાં આ વિસ્તારની સોસાયટીઓ વરસાદી પાણી બે થી ત્રણ ફૂટ ભરાયા જતાં ઘરોમાં ઘુસી જતાં ફનિચર સહિત વસ્તુઓને ભારે નુકસાન થાય છે. જે બાબતે ચીફ ઓફિસરથી માંડીને કલેકટર સુધી રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઇ નિકાલ આવ્યો નથી.જેથી આ વિસ્તાર રહીશો 16 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ નહીં તો વોટ નહીના પોસ્ટર લગાવીને સૂત્રોચ્ચાર કર્યા હતા. જયાં પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી કોઇ વોટ માંગવા આવવું નહીંતેવો રોષ સ્થાનિક મહિલાઓ ઢાલવ્યો હતો.

આ ઉપરાંત શહેરી વિસ્તાર હોવા છતાં ગ્રામ્ય વિસ્તાર જેવી પણ સુવિધાઓનો નથી,કેટલીક સોસાયટી આજે પણ કાચા રસ્તા છે. તેમજ અસહ્ય ગંદકીના ઢગ ખડકાયેલા છે. કોઇ કચરો લેવા કે સફાઇ કરવા માટે આવતું નથી. તેમજ ગટર લાઇનની સુવિધાનો અભાવ છે. જયારે સ્થાનિક દ્વારા નિયમિત ટેક્ષ ભરવા છતાં કોઇ સુવિધા પુરી પાડવામાં ન આવતાં રહીશો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ થતો નથી
વોર્ડ નં-1 નંદાલય હવેલી આસપાસના વિસ્તારમાં આવેલી નાનીમોટી તમામ સોસાયટીઓ વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી.તેના કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતાં ઘરોમાં પાણી ઘુસી જતાં ભારે નુકશાન થાય છે. તેમજ સોસાયટી માર્ગો સફાઇ થતી નથી.તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગ ખડકાય જાય છે. જે બાબતે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ જ નિકાલ આવતાં નથી.તેથી આ વખતે ચૂંટણી બહિષ્કાર કરીને કોઇને વોટ નહી ંઆપવાનો નિર્ણય કર્યો છે.> મનીજ જૈન ,રિધ્ધી સિધ્ધી સોસાયટી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો