તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પંડોળીના તળાવની સંરક્ષણ દિવાલ નહિં બનાવાય તો ચૂંટણી બહિષ્કાર

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા પંચાયતને રજૂઆત કરી ચિમકી આપી

પેટલાદ તાલુકાના પંડોળીમાં મુખ્ય રોડને અડીને વર્ષોજૂના તળાવને 6 વર્ષ અગાઉ તળાવની ફરતે મારવામાં આવેલી સરક્ષંણ દિવાલ તુટી ગઇ હતી.ત્યારબાદ આજદિન સુધી દિવાલ બનાવી નથી.તેના કારણે વધુ વરસાદ પડે ત્યારે તળાવ પાણી છલકાઇને મુખ્યરોડ પર ફરી વળે છે. પંડોળી ગામે મુખ્ય તળાવમાં બનાવેલ સંરક્ષણ દિવાલ 2014માં સંપુર્ણ તુટી ગઈ હતી. ત્યારબાદ બનાવવામાં આવી નહોતી.

આ તળાવમાં દંતેલી, માણેજ, ધર્મજ, ભુરાકૂઈ, માનપુરા, સુંદરા તથા હાઈવેના જાેડતા માર્ગ આવેલો છે. આ મુખ્યમાર્ગ તળાવમાં ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જતા મુખ્ય માર્ગ પર જ પાણી ફરી વળે છે. આ મુખ્ય પ્રશ્ન અંગે 2017 માં પેટલાદ સેવા સેતુ કાર્યક્રમમાં રજુઆત કરી હતી. ત્યારબાદ જીલ્લા અને તાલુકા કક્ષા સહિત ગાંધીનગર સુધી રજુઆત કરી છે. તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી.

જેના કારણે છેલ્લા છ વર્ષથી ગ્રામજનો હેરાન થઈ ગયા છે. આ બાબતે પંડોળી ગ્રામ પંચાયતના સરપંચ જે. બી. સોલંકીએ જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં રજુઆત કરીને આગામી ટુંક સમયમાં જ સંરક્ષણ દિવાલનું કામ હાથ ધરવામાં નહી આવે તો આ વિસ્તારના લોકો જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...