રાજકારણ ગરમાયું:કણિયા ગામના રહીશોની ચૂંટણી બહિષ્કારની ચિમકી

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંડરપાસ નહીં બનાવાતા લોકોને રોજની આપદા

વાસદ બગોદરા હાઈવે પર આવેલ કણિયા ગામના રહીશોની સતત 10 વર્ષ કરતા વધુ સમયથી અંડરપાસ બનાવવાની માંગ છે .ગામના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે. અંડર પાસને અભાવે લોકોને હાઇવે પરથી પસાર થવામાં પારાવાર હાલાકી વેઠવાની સાથે જોખમી રીતે અવર જવર કરવી પડે છે

શાળામાં અભ્યાસ અર્થે આવતા બાળકોને ,દૂધ મંડળીમાં દૂધ આપવા આવતા પશુ પાલકોને અને ખેડૂત વર્ગને ખૂબ જ હેરાન ગતિ વેઠવી પડે છે.આ અંગે ગામના અગ્રણી, સરપંચ અને લોકોએ સાંસદ સહિત સંબંધિત વિભાગ અને રાજ્ય સરકાર ને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ ઘટતી કાર્યવાહી હાથ ધરી નથી.

સરપંચ અાકાશ ગોસ્વામીઅે જણાવ્યું હતું કે લોકો ને જાન ના જોખમે માર્ગ ક્રોસ કરવાની ફરજ પડી રહી છે.અગાઉ ગંભીર અકસ્માત પણ થયા છે .આનંદીબેન પટેલની સરકાર હતી ત્યારથી અત્યાર સુધી અનેક વાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ નિર્ણય ના થતાં સમગ્ર ગ્રામજનો એ એક મત સાથે ચૂંટણીનો બહિષ્કારનો નિર્ણય લીધો છે .જે અંગે પેટલાદ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. જેમાં કોઈ એ ચૂંટણી લક્ષી કામગીરી માટે ગામ માં આવવું નહિ તેવી માંગ ના પગલે રાજકારણ ગરમાયું છે.

અન્ય સમાચારો પણ છે...