તારાપુરના ધોરી માર્ગ પર આવેલી માયા હોટલ પાસે બસમાં વૃદ્ધા ચડી રહ્યાં હતાં. તે દરમિયાન ચાલકે બસ દોડાવતાં વૃદ્ધા ફંગોળાયાં હતાં અને ચાલક હજુ કંઈ સમજે તે પહેલા બસના તોતિંગ વ્હીલ ફરી વળતાં સ્થળ પર જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધ્યો હતો. તારાપુરના ધોરી માર્ગ પર આવેલી હોટલમાં 4થી ફેબ્રુઆરીના રોજ ઉત્તરપ્રદેશથી ભારત દર્શન યાત્રા માટે નિકળેલી બસ રોકાઇ હતી. આ બસમાં સવાર વૃદ્ધ દંપતી રામપ્રવેશ શ્રીનિવાસી મિશ્રા (ઉ.વ.65) અને તેમના પત્ની રામરતી (ઉ.વ.66) પણ હોટલમાં ચા - પાણી નાસ્તો કરવા ઉતર્યાં હતાં. થોડી મિનિટમાં સૌ મુસાફરોમાં બસમાં બેસી ગયાં હતાં અને રામપ્રવેશ અને તેમના પત્ની રામરતીબહેન પણ બસમાં ચડી રહ્યાં હતાં. આ સમયે બસના ચાલકે ઉતાવળે બસ હંકારી હતી. જેના કારણે હજુ દાદર ચડી રહેલા રામરતીબહેન ફંગોળાઇ નીચે પડી ગયાં હતાં અને હજુ કંઈ સમજે તે પહેલા બસના પાછળના તોતિંગ વ્હીલ તેના પરથી ફરી વળ્યાં હતાં. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન બીજા દિવસે મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે રામપ્રવેશ મિશ્રાની ફરિયાદ આ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.