બોરસદ શહેરની આશિયાના સોસાયટીઓમાં રહેતા વૃધ્ધ દંપતીએ સવારે 10 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન 76 વર્ષની વૃધ્ધાનું મોત નિપજયું છે. જે અંગે બોરસદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
બોરસદ શહેરના આશિયાના સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ ડાહ્યાભાઇ પટેલ(ઉ.વ.76) અને તેમનાં પત્ની કાન્તાબેન પટેલે(ઉ.વ.73) શનિવાર સવારે કોઇ અગમ્ય કારણોસર પોતના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બનાવની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને બંનેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા જ્યાં કાન્તાબેનનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ બનાવની જાણ બોરસદ શહેર પોલીસને થતાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
દીકરો પરિવાર સાથે અલગ રહેતો હતો
બોરસદ શહેરમાં શનિવારે ઝેરી દવા ગટગટાવનાર વૃધ્ધ દંપતી પરિવારજનોથી અલગ રહેતું હતું. તેઓ મંદિરમાં સેવા કાર્ય જોડાયેલા હતા. દરરોજ સવાર સાંજ મંદિર જતાં હતા. તેમનો પુત્ર બોરસદમાં રહેતો હતો. તેઓ અલગ રહેતા હતા. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે, માતાપિતાએ કયાં કારણોસર ઝેરી દવા ગટગટાવી તે અમને ખબર નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.