તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાવચેતી:આણંદમાં ઈદની સાદગી પૂર્ણ ઉજવણી થશે, કોરોના સંક્રમણની વધતી ગતિને લઈ મુસ્લિમ સમાજ એકમત

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે નમાજ અદા કરી અલ્લાને બદંગી કરવા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું
  • ઈદ પર્વ ઉપર કોઈપણ પ્રકારની નમાજ અદા કરવામાં આવશે નહી

પવિત્ર રમજાન માસનો આજે આખરી દિવસ છે. આજે સાંજે ચાંદ દેખાય તો આવતીકાલે શુક્રવારે ઈદ ઉજવવામાં આવશે. હાલમાં કોરોનાની મહામારીને લઈને સંક્રમણ અટકાવવા માટે ધાર્મિક મેળાવડા બંધ રાખવા સરકારે જણાવ્યું છે. ત્યારે આણંદ શહેર પોલીસે અગ્રણી મુસ્લીમ બિરાદરો સાથે બેઠક કરીને ઈદનું પર્વ શાંતિપુર્વક રીતે ઉજવવા અપીલ કરી હતી.

ઘર પરિવાર સાથે જ તહેવાર ઉજવવા જણાવ્યું

આ બેઠકમાં મુસ્લીમ સમાજના આગેવાનોને મૌલવી ઉપસ્થિત રહ્યા હતા. આણંદ ટાઉન પી.આઈ. વાય.આર.ચૌહાણે પણ મુસ્લીમ વિસ્તારોમાં મુલાકાત લઈ આગેવાનોને પવિત્ર રમઝાનની શુભેચ્છાઓ પાઠવી અને સાથે ચર્ચા વિચારણા કરી ઈદનું પર્વ શાંતિપુર્ણ રીતે ઉજવવા માટે અપીલ કરી હતી. કોરોના સંક્રમણ ની વધતી ગતિને લઈ લોકઆરોગ્ય હિતમાં આ તહેવાર જાહેરમાં નહી ઉજવી માત્ર ઘર પરિવાર સાથે જ તહેવાર ઉજવવા જણાવ્યું હતું.

મહામારીને ધ્યાને લઈ કાર્યક્રમો બંધ રાખવા જણાવ્યું

આ ઉપરાંત મસ્જીદોમાં પણ ઈદ પર્વ નિમિત્તે ઉજવાતા કાર્યક્રમો કોરોનાની મહામારીને ધ્યાને લઈ આ કાર્યક્રમો બંધ રાખવા જણાવ્યું છે. જેના પગલે આણંદ શહેરમાં ઉમરીનગર વિસ્તારમાં આવેલ મસ્જીદે મદની, ગૌષિયા મસ્જીદ ટ્રસ્ટ, નુરાની મસ્જીદ સહિતની મસ્જીદોમાં ઈદ પર્વ ઉપર કોઈપણ પ્રકારની નમાજ અદા કરવામાં આવશે નહી. મુસ્લીમ બિરાદરો દ્વારા પોતાના ઘરે નમાજ અદા કરી અલ્લાને બદંગી કરવા મુસ્લિમ આગેવાનોએ જણાવ્યું છે.

કોરોનાની મહામારીને પગલે સાદગીપુર્વક રીતે ઉજવણી

આણંદ શહેર સહિત જીલ્લામાં ઈદ પર્વની સાદગીપુર્વક રીતે ઉજવણી કરવા માટે મુસ્લીમ સમાજ દ્વારા તૈયારીઓ આરંભી લેવાઈ છે. જોકે દર વખતે તો ઈદની ઉજવણી માટે મોટા પાયે તૈયારીઓ કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાની મહામારીને પગલે સાદગીપુર્વક રીતે ઉજવણી કરવાની હોવાથી માત્ર મુસ્લીમ ભાઈ બહેનો દ્વારા ઘરમાં મીઠાઈ સહિતની વસ્તુઓ બનાવવા માટેની ખરીદી કરતા આણંદના બજારોમાં જોવા મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...