તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ઝડપાયો:આઇશર ટેમ્પામાંથી ડાંગરના ફોતરા ભરેલા કોથળા નીચે સંતાડેલ રૂપિયા 16 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ડ્રાઈવરની ધરપકડ કરાઇ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદેશી દારૂની કુલ બોટલ નંગ 4776 પકડાઇ

આણંદ એલ.સી.બીની સક્રિયતા અને સતર્કતાને લઈ દારૂની હેરાફેરી કરતા તત્વો અને બુટલેગરોમાં ખૌફ વર્તાઈ રહ્યો છે. વાસદ-તારાપુર હાઇવે ઉપર ધર્મજ ચોકડી થઇ બગોદરા તરફ જનાર જતી આઈશર ટેમ્પોમાં 16 લાખ ઉપરાંતનો ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપાયો છે.

ડ્રાઈવરની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી

પોલીસ દ્વારા ડ્રાઈવરની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આણંદ એલ.સી.બી પી.આઈ. પી.એ.જાદવ ઇ.પોઇન્સ. એલ.સી.બી. આણંદ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હે.કો. મહીપાલસિંહ જગદીશસિંહ તથા પો.કો. અનિરૂધ્ધસિંહ વજેસિંહ નાઓને બાતમી મળી હતી કેઆઇશર નંબર G.J-14-W-3427 માં ડાંગરના ફોતરાના કોથળા ભરેલ છે. જેની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. જે આઇશર વાસદ-તારાપુર હાઇવે ઉપર ધર્મજ ચોકડી થઇ બગોદરા તરફ પસાર થવાની છે.

ડાંગરના ફોતરા ભરેલ મીણીયાના કોથળામાંથી દારૂ ઝચપાયો

એલસીબી પોલીસે મળેલ બાતમીને આધારે સ્ટાફના માણસો સાથે ધર્મજ ચોકડીએ વાસદ તરફથી આવતા રોડ ઉપર વોચ ગોઠવી દીધી હતી. જે દરમ્યાન બાતમી મુજબના વર્ણનવાળી આઇશર આવતા તેને રોકી આઇશરમાં બેઠેલ ડ્રાઇવર અમેદારામ ટીલારામ ચૌધરી (જાટ) ઉ.વ.24 રહે.ખેમપુરા, બાછરાઉ તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાનને સાથે રાખી આઇશરના પાછળના ભાગેથી તાડપત્રી કાઢી ચેક કરતા ડાંગરના ફોતરા ભરેલ મીણીયાના કોથળાઓની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મુકેલ હતી.

વિદેશી દારૂની કુલ 398 પેટીઓ નીકળી

આઈશરના પાછલા ભાગે મીણીયા કોથળા હટાવી જોતા તેમાં વિદેશી દારૂની કુલ 398 પેટીઓ નીકળી હતી. જે બોટલ નંગ-4776 થતી હતી.પોલીસ દ્વારા કુલ કિ.રૂ.16,48,800 તથા આઇશર, રોકડ રૂપિયા તથા મોબાઇલ વિગેરે મળી કુલ રૂ.31,54,300 નો મુદ્દામાલ કબ્જે કરવા આવ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલ ડ્રાઇવર અમેદારામ ટીલારામ ચૌધરી (જાટ) ઉ.વ.24 રહે.ખેમપુરા, બાછરાઉ તા.ચોહટન જી.બાડમેર રાજસ્થાન વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ પેટલાદ રૂરલ પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો