તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Anand
 • Effective Implementation Of Voluntary Lockdown In Virsad Village, Closure Of All Shops And Markets From March 25 To March 31.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વિરસદ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો અસરકારક અમલ, 25 માર્ચથી 31 માર્ચ સુધી તમામ દુકાનો અને બજારો બંધ

આણંદએક મહિનો પહેલા
 • કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં બપોરે 1 વાગ્યા બાદ તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બંધ

આણંદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ પંચાયત આગેવાનો પોતાની રીતે જ સાર્વજનિક બેઠકો કરી કોરોના તકેદારીના નિર્ણયો લઈ રહ્યાં છે. બોરસદ તાલુકાના વિરસદ ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

વિરસદમાં લોકડાઉનની સખ્ત અસર નજરે ચઢી
વિરસદમાં દિવસે દિવસે કોરોના કેસ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં તા.25મીથી 31મી માર્ચ સુધી ગામની તમામ દુકાનો, અનાજ કરીયાણાની દુકાનો, શાકભાજીની લારીઓ, પાનના ગલ્લાના દુકાનદારોને ગ્રામ પંચાયત દ્વારા ફરજીયાત બપોરે 1 વાગ્યા બાદ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે. તેમજ કામ સિવાય બહાર નહિ નીકળવાની પણ સૂચના આપવામાં આવી છે. જેને લઈ આજે પણ વિરસદમાં લોકડાઉનની સખ્ત અસર નજરે ચઢી છે.

સ્વૈચ્છિક લોકડાઉન 7 દિવસ માટે જાહેર કરાયું
વિરસદ ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન 7 દિવસ માટે જાહેર કરાયું છે. કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં બપોરે 1 વાગ્યા બાદ તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બંધ રાખવામાં જણાવવામાં આવ્યું છે. તેમજ ગામમાં માસ્ક વગર કોઈ પણ જગ્યાએ બેસવાનું નહીં અને કામ વગર બહાર નહિ નીકળવા પણ સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો