ઓપીડીમાં ઉછાળો:શીત લહેરની અસર; શરદી, વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં 30 ટકાનો વધારો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આણંદના સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓનો ભારે ધસારો
  • હ્રદય રોગના દર્દીઓમાં ત્રણ ગણો વધારો જ્યારે શ્વાસ તથા બીપીની બિમારીના દર્દીઓમાં બે ગણો વધારો નોંધાયો

અાણંદ શહેર જિલ્લામાં 3 દિવસથી વર્તાઇ રહેલી અાકરી ઠંડીના કારણે વાઇરલ ઇન્ફેકશનના કેસોમાં 30 ટકાનો વધારો થયો છે. અગાઉ સરકારી અને ખાનગી દવાખાનામાં રોજના 100 કેસમાંથી 40 કેસ શરદસ વારઇલના અાવતા હતા. હવે 3 દિવસથી અા કેસોમાં વધારો થતાં દર 100 કેસમાંથી 70 કેસ નોંધાઇ રહ્યા છે. અા ઉપરાંત હાર્ટના દર્દીઅોમાં 12 ટકાનો વધારો થયો છે. આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી 12 ડિગ્રી નીચે પારો રહે છે. છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર વધ્યું છે. જેના કારણે બીપી, હૃદયની બિમારીમાં વધારો થયો છે.

આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં 120થી વધુ હ્રદયની બિમારીના કેસ નોંધાયા છે. તેમજ આણંદ સિવિલ હોસ્પિટલમાં શરદી, ખાંસી અને વાયરલ બિમારીના દૈનિક કેસોમાં આંકડો 350 પાર પહોંચ્યો છે. જ્યારે ખાનગી ફિઝિશિયન ડોક્ટર દવાખાના અને નાના કલીનીકોમાં 600 વધુ દર્દીઓ દરરોજ સારવાર લઇ રહ્યાં છે. કેટલાંક દવાખનામાં દર્દીને બહાર સુવાડીને બોટલ ચઢાવવામાં આવી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહથી કાંતિલ ઠંડીનો દોર શરૂ થયો છે. ત્યારે કાર્ડિયોલોજિસ્ટોએ હૃદયરોગના દર્દીઓની હુમલાની શક્યતા ઠંડીમાં વધી જતી હોવાનું જણાવ્યું હતું.

દીવાળી અગાઉ હ્રદયની બીમારી ધરાવતા દર્દીઓ 10 થી 12 આવતા હતા જે હાલ એક હોસ્પિટલમાં 40 થી વધીુ આવી રહ્યા છે. જેમાં બેઠાડું જીવન જીવતા અને વયોવૃદ્ધ અને પથારીવશ લોકોની સંખ્યા વધુ છે. આણંદ શહેરમાં નાના મોટા 120 વધુ ખાનગી કિલનીક આવેલા છે. અગાઉ દૈનિક 50 થી 70 દર્દીઓ આવતાં હતા. તે હાલમાં 125 વધુ દર્દીઓ તપાસ કરવા માટે આવે છે. ખાસ કરીને ઠંડીને કારણે વાયરલ બિમારી અને બીપીના કેસમાં વધારો થયો છે. જયારે હ્દયની બિમારીના કેસવધી ગયા છે.

જયારે ગ્રામ્ય વિસ્તારો પીએચસી કેન્દ્રમાં 10 ટકા ઓપીડી કેસમાં વધારો થયો છે. ઠંડીનું જોર વધતાં તમાકુ અને બીડી સીગરેટ પીતા લોકોને શ્વાસ ચઢવો, બીપી વધી જવું તથા વાઈરલ ઈન્ફેક્શન ઝડપથી લાગી રહ્યું છે. ત્યારે હાલમાં બીમારીથી મુક્તિ મેળવવા માટે તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને તમાકુ ખાતા લોકોમાં શ્વાસની બીમારી વધુ જોવા મળે છે.

માસ્કનો ઉપયોગ લાભદાયી બનશે
આણંદ સિવિલ હોસ્પિટલના ડો સુધીર પંચાલે જણાવ્યું હતું કે,છેલ્લા 3 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. તેના કારણે વાઇરલ બિમારીના કેસ વધુ જોવા મળી રહ્યાં છે.દૈનિક ઓપીડી કેસમાં 250 થી 300ની વચ્ચે રહે છે.જેમાં 70 ટકા વાયરલ બિમારીના કેસ હોય છે. ત્યારે ઠંડીમા બહાર નીકળો ત્યારે ગરમ વસ્ત્રો પહેરીને નીકળવું તેમજ માસ્કનો ઉપયોગ કરવા પર તેમણે ભાર મુકયો છે.

ઠંડીમાં ધમની સંકોચાતા હ્રદય રોગનું વધતુ જોખમ
શિયાળામાં ઠંડીના લીધે હૃદય ની ધમની સંકોચાઈ શકે છે જેને કોરોનરી વાસોસ્પેઝમ કહે છે. ડાયાબિટીસ દર્દીઓ અને તમાકુ સેવન કરતાં લોકો શિયાળામાં શ્વાસની કે હદયની બિમારી સપડાય છે. ધમની સંકોચાઇ જતાં હ્દયરોગનો હુમલો થાય છે. આ ઉપરાંત શિયાળામાં જૂના દમની બિમારી પુન: ઉથલો મારે છે. તેમજ બેઠાડુ જીવન જીવતા લોકોને હદય રોગની બિમારી થવાની સંભાવના વધી જાય છે. - ડો કૌશલ ગાંધી, કાર્ડિયોલોજીસ્ટ, આણંદ

દિવસમાં ચારથી પાંચવાર હુંફાળુ પાણી પીવો
ઠંડી લાંબા સમય સુધી રહે તો દરેક વ્યકિતએ ગરમ વસ્ત્ર પહેરીને બહાર નીકળવું જોઇએ, તેમજ ગરમ હુંફાળુ પાણી દિવસમાં ચારથી પાંચ વખત પીવું જોઇએ, તેમજ ભોજન તકેદારી રાખવા તેમજ પ્રદુષણ અને વાઇરસથી બચવા માટે માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા જોઇએ તેમજ સવારે અને રાત્રિના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. - ડો રાજેશ પટેલ, આરોગ્ય વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...