11 મા ખેલ મહાકુંભ અંતર્ગત સરદાર પટેલ રમત સંકુલ, બાકરોલ વડતાલ રોડ, રામપુરા, આણંદ ખાતે પૂર્વ ઝોન કક્ષા ઓપન એજ હેન્ડબોલ સ્પર્ધા ભાઇઓ અને બહેનો માટેની આગામી તા. 17 થી 19 મેનાં રોજ યોજાશે. ત્યારે સ્પર્ધામાં વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, દાહોદ, ખેડા, પંચમહાલ, મહિસાગર, બોટાદ અને છોટાઉદેપુર જિલ્લાની ટીમ ભાગ લેનાર છે તેમ જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવાયું છે.
વધુમાં જણાવ્યું હતુ કે આ સ્પર્ધામાં બહેનોએ તા.16 મે સુધી સાંજે 6-00 કલાકે સરદાર પટેલ રમત સંકુલ, બાકરોલ વડતાલ રોડ, રામપુરા, આણંદ ખાતે રીર્પોટીંગ કરવાનું રહેશે.અને સ્પર્ધા બીજા દિવસે સવારે 7-30 કલાક થી શરૂ થશે.ભાઇઓએ તા.18 મેના રોજ સાંજે 6-00 કલાકે હાજર થવાનું રહેશે અને તા.19 મેના રોજ સવારે 7-30 કલાકે સ્પર્ધા શરૂ થશે.આ બાબતે વધુ વિગતો માટે રશ્મિકાંતભાઇ રાઠોડ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મો.નં. 79902 39714, જીગરભાઇ પટેલ મો. 95745 68002 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.