તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Early In The Morning, The Truck Called For Half An Echo, The Highway Was Buzzing With The Screams Of Ajmeri Family Members, A Pile Of Dead Bodies In The Echo.

તારાપુર અકસ્માતની વિચલિત કરતી તસવીરો:વહેલી સવારે ટ્રકે ઇકોનો ફુરચો બોલાવી દીધો, અજમેરી પરિવારના સભ્યોની ચીસોથી હાઇવે ગુંજી ઊઠ્યો, ઇકોમાં મૃતદેહોનો ઢગલો થઈ ગયો

આણંદ3 મહિનો પહેલા
  • અકસ્માતમાં પિંજારા પરિવારના 9 સભ્યોનાં કરુણ મોત
  • અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું, CMએ શ્રદ્ધાંજલિ અર્પી

ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર સુરતથી પરત ફરી રહ્યો હતો. જલગાંવથી પ્રાસંગિક કામ પતાવીને હસીખુશી સાથે પરત ફરી રહેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે તારાપુર-વટામણ હાઇવે પર મોત તેમની રાહ જોઇ રહ્યું છે. તારાપુર પાસે ઇન્દ્રણજ પાસે આ પરિવારની ઇકો કાર પહોંચી ત્યારે કાળ બનીને આવેલી ટ્રક ધડાકાભેર ઇકો સાથે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર અજમેરી પરિવારના સાત સભ્યો અને ડ્રાઇવરનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ચિચિયારીઓથી વહેલી સવારે શાંત રહેલો હાઈવે ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ઇકોનો ફુરચો બોલી ગયો અને કારમાં જ મૃતદેહોનો ઢગલો થઇ ગયો હતો.

ઇકો કારમાં ટ્રક ઘૂસી ગયો.
ઇકો કારમાં ટ્રક ઘૂસી ગયો.

અકસ્માતમાં 9 વ્યક્તિનાં મોત
તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયા છે.

ઇકો કારનો ફૂરચો બોલી ગયો
ઇકો કારનો ફૂરચો બોલી ગયો

મૃતદેહોને બહાર કાઢવા ક્રેનની મદદ લેવામાં આવી
અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીને ટ્રકમાંથી બહાર કાઢવા માટે ક્રેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. ઇકો કારની અંદરના દ્રશ્યો એટલા ભયાવહ હતા કે કારમાંજ મૃતકોનો ઢગલો થઇ ગયો હતો.

ધડાકાભેર ટ્રક અથડાતા અજમેરી પરિવારના 8 સભ્યો સહિત નવના મોત
ધડાકાભેર ટ્રક અથડાતા અજમેરી પરિવારના 8 સભ્યો સહિત નવના મોત

માનવતા મહેકી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગામોના રહિશો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસની સાથે રહી મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને હોસ્પિટલ મોકલવા માટે મદદ કરી રહ્યાં હતા. એટલામાં જ 108 આવતા મૃતદેહોને રેફરલ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.

ઇકો કારમાં જ મૃતદેહોના ઢગલા થઇ ગયા હતા
ઇકો કારમાં જ મૃતદેહોના ઢગલા થઇ ગયા હતા
અકસ્માત વહેલી સવારે 6.20 વાગ્યાની આસપાસ થયો હતો
અકસ્માત વહેલી સવારે 6.20 વાગ્યાની આસપાસ થયો હતો
અકસ્માતની જાણ થતાં લોકો એકઠાં થયા હતા
અકસ્માતની જાણ થતાં લોકો એકઠાં થયા હતા
અકસ્માતનું દ્રશ્ય જોઇ હાજર સૌનું હૃદય કંપી ઉઠ્યું હતું
અકસ્માતનું દ્રશ્ય જોઇ હાજર સૌનું હૃદય કંપી ઉઠ્યું હતું
અન્ય સમાચારો પણ છે...