તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દિપાવલી પર્વની નિમિત્તે ખંભાતવાસીઆેને ભેટ સ્વરૂપે રૂા. 12 કરોડના વિવિધ નગર વિકાસ કામોના ઇ-લોકાર્પણ ખાતમૂર્હત કરતાં રાજ્યમાં અર્બન ડેવલપમેન્ટ અને રૂરલ ડેવલપમેન્ટ બેય ક્ષેત્રોમાં સિટીઝન સેન્ટ્રીક વ્યવસ્થાઓનો વ્યાપ વિસ્તારી ઇઝ ઓફ લીવીંગ વધારવાની નેમ વ્યકત કરવામાં આવી હતી.
આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના નાના ગામ-નગરોથી માંડી શહેરી જનજીવનમાં લોકોને સુખાકારી મળે તે માટે રસ્તા, ગટર, લાઇટ, પાણી ઉપરાંત આગવી ઓળખના કામો, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાના કામો સહિત કોઇ કામ પૈસાના અભાવે અટકે નહિ તે સુનિશ્ચિત કર્યુ છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં પણ રૂા. 12 હજારથી વધુ કરોડના વિકાસ કામો પ્રજાને ચરણે ધર્યા છે. વિકાસની ગતિ આપણે અટકવા દીધી નથી.
આ સાથે ખંભાત નગરમાં પણ વિકાસ કામોની શૃંખલા ચાલુ રાખવાની નેમ દર્શાવતાં આવનારા દિવસોમાં ખંભાતને GIDC આપવાની પણ મનસા વ્યકત કરી હતી. ખંભાતની જૈનતીર્થ ક્ષેત્ર તરીકેની પૂરાતન જાહોજલાલી પૂન: પ્રસ્થાપિત થાય તે માટે નગરપાલિકાને આ વિકાસ કામો સહિત વધુને વધુ જનહિત કાર્યોને વેગવંતા બનાવવા અનુરોધ કર્યો હતો. આ ઇ-લોકાર્પણ-ખાતમુર્હત સમારોહમાં આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ, ખંભાતના વિધાયક મયુરભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ યોગેશ ઉપાધ્યાય, ભાજપા પ્રમુખ વિપુલભાઇ પટેલ તેમજ નગરસેવકો, જિલ્લા કલેકટર વગેરે જોડાયા હતા.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.