તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આણંદમાં બે વર્ષથી ધૂળ ખાતી વાન હવે દોડતી થશે, રાજ્ય સરકારની 20 લાખની ગ્રાન્ટ પર મંજુરીની મહોર

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
બે વર્ષથી બીનઉપયોગી રહેલી કચરા કલેક્શન વાનને દોડતી કરવા માટે સરકારે વિશેષ ગ્રાન્ટ ફાળવતાં હવે દોડતી થશે. - Divya Bhaskar
બે વર્ષથી બીનઉપયોગી રહેલી કચરા કલેક્શન વાનને દોડતી કરવા માટે સરકારે વિશેષ ગ્રાન્ટ ફાળવતાં હવે દોડતી થશે.
  • ગ્રાન્ટની ફાળવણીના અભાવે કચરા કલેક્શન વાન ફાયર સ્ટેશનના મેદાનમાં ખડકી દેવાય હતી, એકશન પ્લાન તૈયાર કરાયો

સ્વચ્છ ભારત મિશનને સફળ બનાવવા માટે સરકાર દ્વારા બે વર્ષ પહેલા આણંદ પાલિકાને ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વાનની ફાળવણી કરવામાં આવી હતી. ત્યારે ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવતાં નવી વાન ફાયર સ્ટેશનના મેદાનમાં ધુળખાતી હાલતમાં ફેરવાઈ ગઈ હતી.આખરે પાલિકા ચીફ ઓફિસરે સરકારમાં રીપોર્ટ કરતાં સરકારે આજે મંજુરીની મહોરની સાથે રૂા.20 લાખની ગ્રાન્ટ ફાળવી હતી.જે બાબતે આણંદ પાલિકા પ્રમુખ ,સેનેટરી વિભાગની મિટીંગ યોજાઈ હતી.

જેમાં થયેલી ચર્ચા મુજબ 20 લાખ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાથી હવે શહેરમાં ટુંક સમયમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વાનની શહેરમાં કચરો લેવાનું શરૂ કરવામાં આવશે.જેનો એકશન પ્લાન પણ તૈયાર કરી દેવાયો હોવાથી 20 વાન ઉપયોગમાં લેવા માટે ડ્રાઈવરોની પણ ભરતી કરવામાં આવનાર છે.આમ શહેરીજનોને કચરો ગમે ત્યાં કચરાપેટીઓમાં ફેકવાની ઝંઝટમાંથી છુટકારો મળશે. આણંદ શહેરની વસ્તી બે લાખની આસપાસ હોવાથી કુલ 13 વોર્ડમાં 800 ઉપરાંત સોસાયટીઓ આવેલી હોઈ શહેરની સાફ સફાઈ માટે આણંદ પાલિકાએ સ્વચ્છતા અભિયાન હેઠળ ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.

જે મુજબ સુરતના એક કોન્ટ્રાકટ ધ્વારા 19 ટ્રેકટર તથા પાલિકાની 10 ટ્રેકટર મળીને 29 વાહનો થકી કચરો ઉઘરાવવામાં આવી રહ્યો હોવાથી દૈનિક 70 ટન કચરો લાંભવેલ ડમ્પીંગ સાઈટ પર ઠાલવવામાં આવે છે.આમ રાજ્ય સરકારે આણંદ પાલિકાને કચરો ઉઘરાવવાની કામગીરી પાછળ વેડફાતાં અટકાવવા માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન વાન ફાળવવામાં આવી હતી.પરંતુ વાન દોડાવવા માટે ગ઼ાન્ટની ફાળવણીના અભાવે સોજીત્રા રોડ પર આવેલા નવા ફાયર સ્ટેશનમાં વેસ્ટ કલેકશનવાન ધૂળ ખાતી હાલતમાં ફેરવાઈ ગઈ હતી.

25 ટ્રેકટરની માંગ સામે સરકારે ફકત 20 વાનની ફાળવણી કરી
આણંદ પાલિકાએ ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન ઉઘરાવવા માટે 25 ટ્રેકટર ફાળવવાની સરકાર સમક્ષ માંગ કરી હતી.જેના બદલે સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુકો કચરો,ભીનો કચરો નિયમિત એકત્ર કરીને તેના નિકાલ માટે 20 કલેકશન વાન ફાળવવામાં આવી હતી.પરંતુ નિભાવણી ખર્ચ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી ન હતી.આખરે રાજ્ય સરકારે મંજુરીની સાથે રૂ 20 લાખ નિભાવ ગ્રાન્ટ ફાળવતાં પાલિકા પ્રમુખ અને સેનેટરી વિભાગની મિટીંગ યોજાઈ હતી.બુધવારે તમામ વાનને બહાર કાઢવામાં આવશે. - વિભાકર રાવ, ઈન્સ્પેકટર સેનેટરી વિભાગ, આણંદ પાલિકા

અન્ય સમાચારો પણ છે...