તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • During The Night Curfew In Vidyanagar, Sagarit Of The Gang Who Broke The Shutters Was Caught, Two ISMs Took Advantage Of The Darkness And Managed To Escape.

ધરપકડ:વિદ્યાનગરમાં રાત્રી કરફ્યૂ દરમિયાન શટર તોડનારી ગેંગનો સાગરીત ઝડપાયો, બે ઇસમ અંધારાનો લાભ લઇ ભગવામાં સફળ થયા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શટર તોડતા હતા તે દરમિયાન પોલીસ આવી જતાં બે સભ્ય ભાગી છુટ્યા
  • આરોપી અમદાવાદના જુહાપુરાથી ખાસ ચોરી કરવા આવતા હતા

વિદ્યાનગરમાં ત્રણેક દિવસ પહેલા કરફ્યૂ હોવા છતાં શટર તોડ ગેંગે ઉપરા છાપરી પાંચ દુકાનના તાળા તોડી લાખ રૂપિયા ઉપરાંતની મત્તા ચોરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે સઘન પેટ્રોલીંગ કરતાં આ ગેંગને 11મીની રાત્રિના નાના બજાર પાસે આંતરી હતી. જોકે, આ ગેંગના બે સભ્ય ભાગી ગયાં હતાં. જ્યારે તેનો એક સાગરિતને પોલીસના હાથે દબોચાયો હતો.

ત્રણેક દિવસથી શટર તોડ ગેંગે ત્રાસ કરી મુક્યો હતો

વિદ્યાનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી શટર તોડ ગેંગે ત્રાસ કરી મુક્યો હતો. કરફ્યૂની રાત્રિમાં સઘન પેટ્રોલીંગ હોવા છતાં આ ચોર ગેંગ ઉપરા છાપરી દુકાનો તોડી રીતસર પોલીસને પડકાર ફેંક્યો હતો. જોકે, આ મુદ્દાને પડકારરૂપ ગંભીરતાથી લઇ પોલીસે સઘન પેટ્રોલીંગ શરૂ કર્યું હતુ. જેમાં 11મીના વ્હેલી સવારે 5 વાગ્યાના સુમારે વિદ્યાનગર શહિદ ચોકથી નાના બજાર જતા રોડની સાઇડમાં આવેલી જીયા બેકર્સનું શટર તુટેલી હાલતમાં જોવા મળતાં પોલીસ નજીક પહોંચી હતી.

બે ઇસમ અંધારાનો લાભ લઇ ભગવામાં સફળ થયા

પોલીસને નજીક આવતી જોતા જ ત્રણ ઇસમો ભાગ્યા હતા. જોકે બે ઇસમ અંધારાનો લાભ લઇ ભગવામાં સફળ થયા હતા. જ્યારે એક ઇસમ દુકાનમાં જ સંતાઇ ગયો હતો. આથી, પોલીસે તેને કોર્ટન કરી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતાં તે સમીરખાન ઇબ્રાહીમખાન પઠાણ (રહે. જુહાપુરા, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું. વધુ તપાસમાં સમીરખાન તેના અન્ય બે સાથીદારો સાથે નડાસથી શટર તોડી દુકાનમાં પ્રવેશ કરી રોકડ તથા બીજી કિંમતી ચીજ વસ્તુ ચોરી કરતા હતા. હાલ પોલીસે તેની પાસેથી રૂ.5350 અને નરાશ કબજે કરી તેના અન્ય બે સાગરીતોની શોધખોળ હાથ ધરી છે. સમીરે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં થયેલા બે કેસના ગુનાની કબુલાત કરી હતી.

આણંદના સો ફુટના રોડ પર તસ્કરોએ તરખાટ મચાવ્યો

આણંદ શહેરમાં કરફ્યૂ હોવા છતાં તસ્કરો બિન્દાસ્ત પોતાના ઇરાદા પાર પાડી રહ્યાં છે. શહેરના સો ફુટ રોડ પર આવેલા દિયા કોમ્પ્લેક્સમાં મધરાતે તસ્કરો ત્રાટક્યાં હતાં. જેમાં કરિયાણાની, બુટની, શેરવાની તથા અમુલ પાર્લર દુકાનનું શટર તોડી અંદર ઘુસી માલસામાન, રોકડ સહિતની ચોરી કરી હતી. આ બનાવમાં મહત્વનું છે કે, ઘટના સ્થળને થોડે દુર જ સરદાર બાગ પોલીસ ચોકી આવેલી છે. આમ છતાં તસ્કરોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...