આણંદ -ખેડા જિલ્લામાં સતત 10 દિવસ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દરમિયાન સૌથી વધુ ખંભાતમાં 54 મિમિ, મહુધામાં 36 મિમિ અને કઠલાલમાં 25 મિમિ અને આણંદમાં 21 મિમિ વરસાદ નોંધાયા છે.જયારે અન્ય તાલુકામાં 5 થી 20 મિમિ વરસાદ નોંધાયો હતો.
જયારે બુધવારે વહેલી સવારથી વાદળો હટી જતાં ઉઘાડ જોવા મળ્યો હતો. જેથી ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો. મોડીસાંજે પુનઃ વાદળો ઘેરાયેલા જોવા મળ્યો હતો. જયારે આંકલવામાં ધોધમાર વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જયારે હવામાન વિભાગના સૂુત્રો જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
આણંદ જિલ્લામાં મંગળવાર રાત્રે ખંભાતમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.જયારે તારાપુરમાં દોઢ , બોરસદ અને આંકલાવ એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. જયારે આંકલાવ મોડીસાંજે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેશેે. કેટલીક જગ્યાએ હળવા થી મધ્યમ વરસાદ વરશે. જયારે પાંચ દિવસ દરમિયાન મહતમ તાપમાન 31 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી આસપાસ રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.