કામગીરી:દેવરામપુરામાંથી પકડાયેલી ડુપ્લીકેટ ગુટખા બેથી ત્રણ જગ્યાએ મોકલ્યા

આણંદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા કોર્ટમાં રજૂ કરાતા બંને આરોપીઓને જેલમાં ધકેલાયા

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ડુપ્લીકેટ વિમલ બનાવવાના બનાવમાં ઓડ દેવરામપુરા સીમ ખાતે રહેતો મકાન માલિક અનુપ નાના પરમાર અને સકીલ ઈકબાલ વ્હોરાને રૂપિયા 1.31 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. બે દિવસના રિમાન્ડ દરમિયાન તેમની સઘન પૂછપરછ કરતાં બંનેએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, છ માસ અગાઉ સમગ્ર બનાવનો મુખ્ય સુત્રધાર મતીન ઉર્ફે ભયલુ યુનુસ વ્હોરા જ તેમને રો મટીરીયલ પૂરૂં પાડતો હતો. જોકે તે રો મટીરીયલ ક્યાંથી લાવતો હતો તે તેમની જાણમાં નથી.

પરંતુ તેમાં કચુકા અને હલકી ગુણવત્તાના કાથા અને પાઉડરનો ઉપયોગ કરતા હતા. તેઓએ છ માસ પહેલાં જ મશીન વસાવ્યું હતું. દરમિયાન, મતીને સકીલને બનાવટી વિમલ બનાવીને નાણાં કમાઈ શકવાની આઈડીયા આપતાં તેમણે બે માસ પહેલાં જ વિમલ બનાવવાની શરૂ કરી હતી. એ પછી તેઓએ કેટલાંક ગ્રામ્ય વિસ્તારમાં માલ પહોંચતો પણ કર્યો હતો. પરંતુ હલકી ગુણવત્તાનો હોય માલ પરત આવ્યો હતો. નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં અમદાવાદના મતીનની ધરપકડ બાકી છે. જ્યારે ઝડપાયેલા બંનેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આણંદ સબ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે.

ગુટખાના જે પેકેટ છે તે તમામ ઓરિજનલ છે
પોલીસ દ્વારા કબજે લેવાયેલા ગુટખાના જે પ્લાસ્ટીકના પેકેટ છે તે તમામ ઓરિજનલ હોવાનું ખૂલ્યું છે. જે ફરિયાદી હિરનકુમાર પટેલે પણ ઓળખી બતાવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પેકેટ તેમણે કંપની દ્વારા જ્યાંથી પેકેટ ખરીદાતા હતા ત્યાંથી જ લીધા હતા. પરંતુ આ પેકેટ તેમની પાસે ક્યાંથી આવ્યા તે બાબત હાલ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...